- હમાસ અને ઇઝરાયેલ યુદ્ધમાં હવે નવો વળાંક
- જોર્ડન દ્વારા યુદ્ધવિરામ અંગે ભારત પર ટકી આસ
- “યુદ્ધવિરામ કરવા માટે ભારતની મહત્વની ભૂમિકા”
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અંગે જોર્ડન દ્વારા લાવવામાં આવેલા ઠરાવ પર ભારતનીૂ મહત્વની ભૂમિકા રહેશે તેવી વાત જોર્ડનના રાજદૂતે કરી છે.
જોર્ડનના રાજદૂત મોહમ્મદ સલામ જમીલ એ.એફ. અલ-કાયદાએ કહ્યું કે, આ વિનાશકારી યુદ્ધનો અંત માટે ભારત મહત્વનું યોગદાન આપી શકે છે. તેમનો દેશ ભારતના નિર્ણયનું સન્માન કરે છે. આ વાત પરથી સ્પષ્ટ થઇ રહી છે કે, ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો યુદ્ધવિરામ લાવવા માટે ભારત મદદ કરી શકે છે. જેને લઇ વિશ્વભરના ટોચના નેતાઓની નજર હવે ભારત પર ટકી રહી છે. ભારત વિશ્વ શાંતિ અને જાગૃતા માટે આગળ વધીને શાંતિદૂત કરીકે ફરજ પાડી શકે છે.
મોહમ્મદ સલામ જમીલ એ.એફ. અલ-કાયદાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, આ ભારતનો નિર્ણય છે. અમે તેનું સન્માન કરીએ છીએ. અમે તેમાં દખલ નથી કરતા. ભારતે તે પ્રસ્તાવથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અને તે ભારત પર નિર્ભર છે. અમે દખલગીરી કરતા નથી. દરેક દેશ તેના હિતો અનુસાર તેનું સ્ટેન્ડ લે છે.” રાજદૂતે કહ્યું, “જોર્ડનની સ્થિતિ દરેક માટે ખૂબ જ સ્પષ્ટ છે. અમે યુદ્ધને તાત્કાલિક રોકવા માટે હાકલ કરીએ છીએ. અમે નાગરિક જાનહાનિ ટાળવા માટે યુદ્ધવિરામની હાકલ કરીએ છીએ. અમે તમામ બંધકોની મુક્તિ માટે પણ ઊભા છીએ. બોમ્બ ધડાકા બંધ કરો. અમે 10,000 થી વધુ લોકો માર્યા ગયેલા જોયા છે, જેમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધોનો સમાવેશ થાય છે. તેથી જ આપણે તાત્કાલિક આ યુદ્ધને સમાપ્ત કરવું જોઈએ.
ગાઝામાં 3 લાખ લોકોએ ઘર છોડી દીધું
યુદ્ધની સ્થિતિને જોતા પત્રકારોએ લગભગ 2 કલાક સુધી ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. જો કે, જ્યાં ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં પત્રકારો જઈ શક્યા ન હતા. તે જ સમયે, ઇઝરાયેલના સૈનિકોએ પત્રકારોને વધુ ન ફરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ ગાઝાની 70 ટકા વસ્તીને ઘર છોડવાની ફરજ પડી છે. UN અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 3 લાખ લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે.


