- AIIMSના બિલ્ડિંગની ફાયર NOC લેવાની બાકી
- ફાયર NOC માટે હજુ સુધી હાથ નથી ધરી પ્રક્રિયા
- ડિસેમ્બરના અંત સુધી હોસ્પિટલ શરૂ કરવાની વાતો
રાજકોટ AIIMSને લઇ મોટો ખુલાસો થયો છે. જેમાં AIIMSના બિલ્ડિંગની ફાયર NOC લેવાની બાકી છે. ફાયર NOC માટે હજુ સુધી પ્રક્રિયા હાથ ધરાઇ નથી. ડિસેમ્બરના અંત સુધી હોસ્પિટલ શરૂ કરવાની વાતો હતી. જેમાં 250 બેડની હોસ્પિટલ શરૂ કરવા સામે ફાયર NOCનું ગ્રહણ લાગ્યુ છે.
હજુ સુધી હોસ્પિટલનું 75 ટકા કામ જ પૂર્ણ થયું
હજુ સુધી હોસ્પિટલનું 75 ટકા કામ જ પૂર્ણ થયું છે. તેમજ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂર્ણ થતા વધુ 2 વર્ષ લાગશે. એમ્સના લોકાર્પણની વાતો વચ્ચે મોટો ઘટસ્ફોટ થયો છે. તેમાં ફાયર NOC લેવાનું હજુ બાકી છે. સત્તાવાળા દ્વારા હજુ ફાયર NOCની પ્રક્રિયા જ હાથ ધરી ન હોવાનું જાણવા મળ્યું છે. ડિસેમ્બરના અંતમાં 250 બેડની હોસ્પિટલ શરૂ થવાની હતી. ત્રણ વર્ષથી ચાલતું કામ 75 ટકા પહોંચ્યું છે. તથા 25 ટકા કામ બાકી ફુલ પ્લેઝમાં શરૂ થતા હજુ બે વર્ષ લાગશે.
250 બેડની હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી
250 બેડની હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી વચ્ચે ફાયર એનઓસીનું ગ્રહણ લાગ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે આર્શિવાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલમાં આગામી 250 જેટલી બેડની ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થવાની છે. હાલમાં જામનગર રોડ પર પરાપીપળીયા નજીક ખંઢેરી ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે સપ્ટેમ્બર માસથી ઇન્ડોર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થઇ છે. આ સેવા શરૂ થવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો જ લાભ થયો છે.
એઇમ્સનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે
એઇમ્સનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે. હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે. આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા છે.


