- ઈઝરાયેલ પર હવે હમાસ-હિજબુલ્લાહ-તાલિબાનને સંકટ વધાર્યું
- હમાસના હુમલાનો ઈઝરાયેલે આપ્યો જડબાતોડ જવાબ
- યુદ્ધમાં લગભગ 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં હજારોની સંખ્યામાં રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. આ હુમલાને પગલે જ ઈઝરાયલમાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. તેવામાં હવે હમાસ-ઈઝરાયેલ ઘમાસાણ યુદ્ધ વચ્ચે હિજબુલ્લાહની ટીમ અને તાલિબાન યુદ્ધ કરવાની ફિસાકમાં છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયલ પર હમાસનો હુમલાએ તબાહી બોલાવી દીધી છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. તો 4000થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આમ તો હમાસે ઈઝરાયેલ પર ઘણા હુમલા કર્યા છે, જોકે તાજેતરનો હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. આ હુમલાએ ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીના નજીકના સુત્રો દ્વારા મળી છે. ઈઝરાયેલ પણ હમાસના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં મોટા પ્રમાણમાં હુમલાઓ કર્યા છે.
ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ અને તાલિબાનનું સંકટ
ગાઝા પટ્ટી હમાસનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ વિસ્તારના કારણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણા વર્ષોથી સંઘર્ષ થતો રહ્યો છે. હાલ ઈઝરાયેલમાં હમાસના આતંકવાદીઓ આડેધડ ફાયરિંગ કરવાની સાથે મિસાઈલો પણ ઝીંકી રહ્યા છે, તો અસંખ્ય લોકોના અપહરણ પણ કર્યા છે. ત્યારે ઈઝરાયેલ પર હમાસે સંકટ ઉભુ કર્યા બાદ વધુ બે સંકટો મંડરાઈ રહ્યા છે.
ઈઝરાયેલ પર ચારે કોરથી હુમલો થવાનો ખતરો
હિઝબુલ્લાહના લડવૈયાઓ પણ બોર્ડર પર એકઠા થયા છે અને તેઓ પણ ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારીમાં બેઠા છે. તો બીજીતરફ તાલિબાન પણ પેલેસ્ટાઈનની મદદ માટે જવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ પર ત્રિપણ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક બાજું હમાસ તો બે બાજી હિઝબુલ્લાહ અને તાલિબાનનું સંકટ ઇઝરાયેલન પર ઘેરાયું છે. હમાસ, હિઝબુલ્લાહ લેબનાન અને તાલિબાન આ ત્રણેય એવા સંકટો છે, જેને ઘણા દેશોએ માન્યતા આપી છે, તો કેટલાક દેશોએ તેમને આતંકવાદી સંગઠન જાહેર કરી પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ હિઝબુલ્લાહ સંગઠનનું ખતરનાક વર્ચવ્ય હતું, જોકે હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી, પરંતુ ઈરાનની મહેરબાનીથી આ સંગઠનો આજે પણ સક્રિય છે.
બંને પક્ષે લગભગ 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેના ત્રણ દિવસના સંઘર્ષ પછી નાકાબંધીનો આદેશ આવ્યો છે, જેમાં બંને પક્ષે લગભગ 1,100 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલમાં 44 સૈનિકો સહિત 700થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસ પર હુમલો કરીને આતંકવાદી સંગઠનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝાની આસપાસના તમામ સમુદાયો પર નિયંત્રણ પાછું લઈ લીધું છે. IDFના પ્રવક્તા રીઅર એડ્મ. ડેનિયલ હગારીને જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળો અને હમાસ વચ્ચે કોઈ લડાઈ ચાલી રહી નથી અને IDFએ ગાઝા પટ્ટીની આસપાસના તમામ સમુદાયો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.
ઈઝરાયેલના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતર્યા
ઇઝરાયેલે સોમવારે કહ્યું કે તે ખાદ્ય અને વીજ પૂરવઠો બંધ સહિત ગાઝાની સંપૂર્ણ નાકાબંધી લાદવા માટે આગળ વધી રહ્યું છે. મિડલ ઇસ્ટ આઇના જણાવ્યા અનુસાર, શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઇઝરાયેલે વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યા પછી ગાઝા સંપૂર્ણ વીજ અંધારપટનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું કે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વીજળી નથી, ખોરાક નથી, બળતણ નથી… બધું બંધ છે. તેમણે કહ્યું કે અમે માનવ પ્રાણીઓ સામે લડી રહ્યા છીએ. આ સાથે ઈઝરાયેલે ગાઝા પર ફરીથી કબજો કરવા માટે તેના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં તૈનાત કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસે 2007માં પેલેસ્ટિનિયન દળો પાસેથી સત્તા આંચકી લીધી ત્યારથી ઈઝરાયેલ અને ઈજિપ્તે ગાઝા પર વિવિધ સ્તરની નાકાબંધી લાદી છે.