- અમિત શાહ વાવોલમાં ઉત્તરાયણ ઊજવી
- અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું
- અમિત શાહે પતંગ ચગાવીને પેચ લડાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી ત્યાર બાદ આજે સાંજે 5 વાગે અમિત શાહ તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીગરમાં પહોંચ્યા હતા. અમિત શાહે વાવોલમાં આવેલા વૈદેહિ – 3 એપાર્ટમેન્ટમાં ઉત્તરાયણની ઊજવણી કરી હતી.
વાવોલમાં અમિત શાહે ઉત્તરાયણ ઊજવી
વાવોલમાં ઉત્તરાયણની ઊજવણી કરવા આવેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, કોર્પોરેટર ભાવના ગોલ, પ્રેમલત્તા મહેરિયા, ગૌરાંગ વ્યાસ, તુષાર પરીખ તેમજ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ સહિતના સ્થાનિક ભાજપના સભ્યો હાજર રહ્યાં હતા. અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તાર અને તેમના સંસદીય વિસ્તાર વાવોલમાં પ્રથમવાર ઉત્તરાયણી ઊજવણી કરી છે. અમિત શાહે લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું અને ત્યાર બાદ વૈદેહી – 3 એપાર્ટમેન્ટના ધાબા પર જઈને પતંગ ચગાવ્યા હતા.
અમિત શાહે પતંગના પેચ લડાવ્યા
કેન્દ્રીય મંત્રી અમિત શાહ વાવોલમાં આવતાં જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે પંતગ ચગાવીને પેચ પણ લડાવ્યા હતાં અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પગંત ચગાવ્યાં હતા. સ્થાનિકો અમિત શાહના પગંત સાથે પેચ લડાવવા માટે આતુરતા પૂર્વક સવારથી જ રાહ જોઈ રહ્યાં હતા.
આસપાસના લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો
વાવોલના વૈદેહિ પાર્ક – 3 સોસાયટીની આસપાસની સોસાયટીઓ જેવી કે, શાલીન, નીલકંઠ ઓશિયન, અર્જુન, પંજુરી તેમજ વાવોલ ગામના રહેવાસીઓને અમિત શાહના વાવોલમાં આવવાથી પંગત ચગાવવાના ઉત્સાહમાં અનેરો આનંદ છવાઈ ગયો હતો. અમિત શાહે સોસાયટીના ધાબા પર પગંત ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો.
વિકાસના કામો અંગે સૂચના આપી
અમિત શાહે ઉત્તરાયણના પર્વની સાથે સાથે તેમના સંસદીય ક્ષેત્રમાં મુલાકાત કરીને આગામી લોકસભાની તૈયારીઓ પણ કરી રહ્યાં છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મત વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટરો સાથે ચર્ચા પણ કરી હતી. અમિત શાહે ધારાસભ્ય, કોર્પોરેટરને વિકાસના પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા અને પ્રજાના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલવા સૂચના આપી હતી. અમિત શાહે વાવોલના બંને ફાટકો પર થઈ રહેલા રોજબરોજના ટ્રાફિક અંગે પણ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટને ઉકેલ લાવવા જણાવ્યું હતું તેમજ હાલમાં ચાલી રહેલા વાવોલના વિકાસના કામોની સમીક્ષા કરી હતી.


