- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વ્યસન મુક્તિ માટે કર્યું આહ્વાન
- “વિદેશથી આવતા ડ્રગ્સ પેડલરોને ઘૂસણખોરી કરતા અટકાવ્યા”
- #DrugsFreeBharat નામના હેશટેગ સાથે અમિત શાહે વીડિયો શેર કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે, નાર્કો-વેપાર પ્રત્યે મોદી સરકારના કડક વલણના અસરકારક પરિણામો મળ્યા છે. આનાથી અનેક પેડલરોની ધરપકડ અને માદક પદાર્થોની જપ્તીની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે.
અમિત શાહે કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં આપણા દેશમાં નશા મુક્તિ અભિયાન હાથ ધર્યું છે. દેશમાં માદક પદાર્થને ડામવા માટે તંત્ર કામે લાગ્યું છે. જેમાં સફળતા પણ મળી છે. જેમાં ખાસ કરીને ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માદક પદાર્થનું સેવન કરીને ભોગ બનેલા લોકોને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. આ સાથે યુવાધનને હાનિ પહોંચાડતા ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. અમિત શાહે, #DrugsFreeBharat નામના હેશટેગ સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે.
શાહે કહ્યું કે, આ અભિગમને કારણે ધરપકડ અને જપ્તીની સંખ્યામાં ભારે વધારો થયો છે, દેશ ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે, આ ઉપરાંત ડ્રગ સંબંધિત રેકેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, વ્યસન મુક્તિ જે આવનારી પેઢીઓ માટે કારગર સિદ્ધ થશે.


