- ભ્રષ્ટાચાર મુદ્દે અમિત શાહે કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર
- હવે તો ભ્રષ્ટાચાર કરવા પર જેલ હવાલે થશે: અમિત શાહ
- “12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો”
લોકસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મતદારોને રીજવવા માટે વિપક્ષ ગેરંટીઓનો વરસાદ કરી રહી છે, તો બીજી તરફ નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તેવામાં અમિત શાહે કેજરીવાલનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું હતું કે, જેણે ભ્રષ્ટાચાર કર્યો છે તે જેલમાં ધકેલાશે.
શાહપુરમાં નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે INDIA ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અભિમાની ગઠબંધનમાં કૌભાંડો કરે છે. આવા લોકોનો ઉદ્દેશ્ય પરિવારના સભ્યોને મદદ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના ખેડૂતો, ગરીબો, શ્રમિકો, દલિતો અને આદિવાસીઓને મજબૂત બનાવવા સાથે પોતાના પગભર થવા મદદ કરી રહ્યા છે.
“ભ્રષ્ટાચારીઓનો ઘમંડ તુટ્યો”
ભષ્ટાચાર મુદ્દે અમિ શાહે INDIA ગઠબંધનને બાનમાં લીધા હતા અને પ્રહાર કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં એકઠા થયેલા આ ઘમંડી ગઠબંધનમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો ભેગા થયા છે. વિપક્ષે એક રેલીનું આયોજન કર્યું હતું. તેમા ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપવાની વાત કરી રહ્યા છે. આ સાથે અખિલેશ યાદવની પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અને INDIA ગઠબંધન ક્યારેય ઇચ્છતું ન હતું કે અયોધ્યામાં રામમંદિર બને.
વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિનો મુદ્દો 70 વર્ષ સુધી અટકળોમાં રાખ્યો, કોઇ નિવારણ આવ્યું નહી, પરંતું હાલ અયોધ્યા રામ મંદિર મુદ્દે કેસ જીત્યા. PM મોદીએ રામ મંદિરના કાર્યક્રમમાં જોરશોર અને ઉત્સાહ વચ્ચે ભૂમિપૂજન કર્યું અને 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.


