- સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી
- ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી
- અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી
રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે. જેમાં ચાર શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી છે. તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન છે.
અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોધાયું છે
કેશોદમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી તથા અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોધાયું છે. વડોદરા, સુરત અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેમાં દિવસ દરમિયાન મહત્મ તાપમાન પણ સતત નીચું જ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં થાય તેમ જણાવ્યું છે.
રાજ્યમાં ઠંડીનો પવન જોવા મળી રહ્યો છે
રાજ્યમાં ઠંડીનો પવન જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવન વધ્યો છે. જેની સાથે જ ઠંડો પવન ફૂંકાવા લાગી રહ્યો છે. આ વચ્ચે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં 10.5 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે.


