- મોહમદસલીમ અને સાકર નામના શખ્સની ધરપકડ
- રૂ.1 લાખથી વધુની કિંમતનો 10.251 કિલો ગાંજો ઝડપાયો
- ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 1.89 લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદના વટવામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જેમાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મોહમદસલીમ અને સાકર નામના શખ્સની ધરપકડ કરાઇ છે. રૂપિયા 1 લાખથી વધુની કિંમતનો 10.251 કિલો ગાંજો ઝડપાયો છે.
ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 1.89 લાખનો મુદ્દામાલ કબજે
ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 1.89 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. રિક્ષા લઇને વટવા વિસ્તારમાં ગાંજાનો જથ્થો લેવા આવ્યા હતા. ત્યારે પોલીસે ગાંજો, મોબાઈલ રોકડ સહિત 1.89 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાઇટેક પદ્ધતિથી કરવામાં આવતું ગાંજાનું વાવેતર
અગાઉ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇટેક પદ્ધતિથી કરવામાં આવતું ગાંજાનું વાવેતર કરેલા છોડ મળી આવ્યાં હતા. હાઇ પ્રોફાઇલ ફ્લેટમાં હાઇડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાના લગભગ 100 જેટલા કુંડા મળી આવ્યાં હતા. ફ્લેટ ભાડે રાખીને એક રૂમમાં જ તાપમાન જળવાઇ રહે તે પ્રકારની ટેકનોલોજીથી સર્કિટ લગાવીને રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસએ તેમાં એક યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી.
બે ફ્લેટમાં લગભગ 100 જેટલા કુંડાઓ મળી આવ્યા
શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓર્ચિડ લેગસી ફ્લેટના ડી 2 બ્લોકમાં 15માં માળે શંકાસ્પદ પ્રવૃત્તિ થઇ રહી હોવાની બાતમી મળતા જ પોલીસ એ રેડ કરી હતી. જેમાં પોલીસને હાઇટેક પદ્ધતિથી વાવેતર કરેલા ગાંજાના છોડ મળી આવ્યાં હતાં. આ જ બ્લોક પર ભાડે રાખેલા બે ફ્લેટમાં લગભગ 100 જેટલા કુંડાઓ મળી આવ્યા હતા. જેમાં હાઇડ્રોપોનીક્સ પ્રકારના ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.


