- અમરેલીમાં ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
- ગોવિંદપુર,સુખપુર,દલખાણીયામાં વરસાદ
- કાગસા,માલસીકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે.
અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અમરેલીમાં ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગોવિંદપુર,સુખપુર,દલખાણીયા, કાગસા,માલસીકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરબાન થયા છે. ગાજવીજ સાથે ગામડાઓમાં ધોધમાર વરસાદ છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. ધારીના સરસીયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


