રાજકોટના પરા બજાર અને નવાનાકા રોડ પર જૂની પ્રહલાદ ટોકીઝ પાસેની પેઢીની ગોલમાલનો ઓનપેપર પર્દાફાશ
રાજકોટ મનપાની ફૂડ શાખાએ થોડા સમય પહેલા પરાબજાર, જૂના માર્કેટિંગ યાર્ડ, નવા નાકા રોડ પર આવેલી જુદી-જુદી પેઢીઓ તેમજ એરપોર્ટ પાસે રામેશ્વર ચોકમાં આવેલી ગાયત્રી ડેરીમાંથી લીધેલા ખાદ્ય ચીજવસ્તુના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામા આવ્યા હતા. જેમા પરાબજાર મેઇન રોડ પર અમૃત મુખવાસ, નવા નાકા રોડ પર પ્રકાશ સ્ટોર્સ, જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા શ્રીરામ માર્કેટિંગમાંથી લેવાયેલા નમુના ફેઇલ થયા છે. જ્યારે જૂના એરપોર્ટ પર ગીતગુર્જરી સામે રામેશ્વર ચોકમાં આવેલી ગાયત્રી ડેરીમાંથી લેવામા આવેલા ડ્રાયફ્રુટ કેશર શીખંડમાં ઘાતક સિન્થેટિક કલરની ભેળસેળ ખુલી છે.
પરાબજારમાં ‘અમૃત મુખવાસ’માં મળતા મુખવાસમાં સિન્થેટિક કલર
ફૂડ વિભાગ દ્વારા “અમૃત મુખવાસ”, પરાબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો નાપાસ થયો છે. જ્યારે આ જ પેઢી “અમૃત મુખવાસ”માંથી “પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા આ નમૂનો પણ નાપાસ થયો છે.
નવા નાકા રોડ પર પ્રકાશ સ્ટોર્સનો મુખવાસ ભેળસેળિયો
શહેરના જૂની પ્રહલાદ પોકીઝ પાસેના નવા નાકા રોડ પર “પ્રકાશ સ્ટોર્સ”માંથી “નંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવ્યુ હતુ. આ જ પેઢી “પ્રકાશ સ્ટોર્સ”માંથી “ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો નાપાસ થયો છે.
જૂના યાર્ડની શ્રી રામ માર્કેટિંગ પેઢીના સોનલ દેશી બ્રાન્ડ ઘીમાં મીલાવટ
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં ઇ-૫૦ શેડમાં આવેલા “શ્રીરામ માર્કેટિંગ”માંથી “આઈ શ્રી સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું 100% શુધ્ધ સીંગ તેલ (15 કિ.ગ્રા. પેક્ડ ટિન માંથી)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400C તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો નાપાસ થયો છે.
રામેશ્વર ચોકની ગાયત્રી ડેરીનો શીખંડ ખાતા પહેલા ચેતજો..
શહેરના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટી સામે રામેશ્વર ચોકમાં આવેલી “ગાયત્રી ડેરી ફાર્મ”માંથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો નાપાસ થયો છે.


