- ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક
- ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
રાજ્યમાં સતત નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે આજે અમદાવાદમાં AMTS ના ડ્રાઈવરને ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે ડ્રાઈવરે રાખેલી સમય સુચકતાના કારણે મુસાફરોને પણ કોઈ જ નુકસાન થયું ન હતું.
આ અંગેની માહિતી અનુસાર, આજે અમદાવાદ થી રજોડા આવતી બસના ડ્રાઇવરને અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. જે પછી ડ્રાઈવરે બસ સનાથલ પુલ નીચે રોકી દીધી હતી. આ પછી ચાંગોદર 108 ને જાણ કરવામાં આવી હતી. જે પછી 40 વર્ષીય ડ્રાઇવર જાફર સૈયદને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન ડ્રાઈવરને પણ તાત્કાલિક સોલા સિવિલ ખાતે સારવાર મળી રહી છે. તેમજ ડ્રાઈવરે સચેત રહીને કામગીરી કરતાં કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. આ ઉપરાંત ડ્રાઈવરને પણ બચાવી લેવામાં આવ્યા છે. જેમની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે.
આ તરફ વાપીમાં એક કર્મચારીનું ઊંઘમાં જ હૃદય બંધ થયું હતું. 38 વર્ષીય યુવકનું રાત્રે ઊંઘમાં હાર્ટ એટેકથી મોત થયુ હતું આ સવારે જ્યારે ભાઈ તેમને ઉઠાવવા ગયો ત્યારે તે ઉઠ્યો જ ન હતો. તેમાં પીએમ રિપોર્ટમાં મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.


