- લગભગ 24.75 કિ.મી. લંબાઈના આ રૂટ માટે પાંચ બસ ફાળવાઈ
- સહ્યાદ્રિ બંગ્લોઝથી ગોદરેજ ગાર્ડન સિટી નવી CNG બસ રૂટ નં.- 72નો પ્રારંભ
- આવતીકાલે સવારે 9 કલાકે મણિનગર બસ ટર્મિનસ ખાતે લોકાર્પણ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આવતીકાલ તા. 27 ફેબ્રુઆરી, 2024, મંગળવારના રોજથી સહ્યાદ્રિ બંગ્લોઝથી ગોદરેજ ગાર્ડન સિટી નવી CNG બસ રૂટ નં.- 72નો પ્રારંભ કરાશે. આ નવી CNG બસ રૂટનું આવતીકાલે સવારે 9 કલાકે મણિનગર બસ ટર્મિનસ ખાતે લોકાર્પણ કરવામાં આવશે.
આ CNG બસ રૂટ સહ્યાદ્રી બંગ્લોઝથી વાયા – મંગલેશ્વર મહાદેવ, આવકાર હોલ, દક્ષિણી સોસાયટી, મણિનગર, LG હોસ્પિટલ, આબાદ ડેગી, આસ્ટોડિયા ચકલા, લાલ દરવાજા, દિલ્હી દરવાજા, ઈન્ક્મટેક્સ ઓફિસ, નવા વાડજ, ચાંદલોડિયા, વંદેમાતર, સેવી સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સિટી સુધી રહેશે. લગભગ 24.75 કિ.મી. લંબાઈના આ CNG બસ રૂટ માટે 5 બસ ફાળવાઈ છે અને બસની કુલ 50 ટ્રિપ રહેશે.


