- એક યુવકનો હાથ કપાઇ ગયો અને બીજાને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી
- બોરસદ-ગંભીરા માર્ગ પર અમરેલીના સલારા ગામના બે સગાભાઈનો અકસ્માત
- અકસ્માતમાં કલાકો સુધી પોલીસ ન દેખાતા માર્ગ પર ટ્રાફ્કિ સમસ્યા સર્જાઇ
બોરસદ-ગંભીરા માર્ગ પર આવેલ પીપળી ગામ પાસે આવેલા કિશન ફાર્મ નજીક વહેલી સવારે પુરઝડપે જતા ટેલરે બે છકડાને ઓવેરટેકની લ્હાયમાં સામેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને છકડા પર સવાર બે સગાભાઈઓને ગંભીર ઇજાઓ પહોચતા 108 મારફ્તે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બન્ને છકડા કચ્ચરઘાણ થઈ જવા પામ્યા હતા અકસ્માતમાં કલાકો સુધી પોલીસ ન દેખાતા માર્ગ પર ટ્રાફ્કિ સમસ્યા સર્જાઇ
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સલારા ગામના બે સગાભાઈઓ પોતના છકડા લઈને વહેલી સવારે ગંભીર બોરસદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા જેમાં પીપળી પાસે આવેલા કિશન ફાર્મ પાસે બોરસદ તરફ્થી પુરઝડપે આવતા ટેલરના ચાલકે બન્ને ભાઈના છકડાને ઓવેરટેકની લ્હાયમાં ટક્કર મારતા 35 વર્ષીય અજયભાઈ હિંમતભાઈ સોલંકીનો જમણો હાથ કુણીએથી કપાઈ ગયો હતો અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી બીજી તરફ્ પાછળના છકડામાં સવાર 32 વર્ષીય ઉમેશભાઈ હિંમતભાઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા બન્ને ભાઈઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ટેલર ચાલક ટેલર લઈને અકસ્માતની ઘટનાથી 1 કિલોમીટર દૂર આવેલ હોટલ પર પોતાની ટેલર મૂકી ફ્રાર થઇ ગયો હતો.


