- બનાસકાંઠામાં થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત
- એકનું ઘટના સ્થળે તો એકનું સારવાર દરમ્યાન મોત
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠામાં થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે. જેમાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. એકનું ઘટના સ્થળે તો એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. રખડતા ઢોરની ટક્કરે બાઈક બાઈક ફંગોળાયું હતું.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
ઉણ ગામના પાટિયા નજીક નેશનલ હાઇવે પર રખડતા ઢોરની ટક્કરે બાઈક ફંગોવાયું હતુ. જેમાં એકનું ઘટના સ્થળે તો એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. બંને યુવકોમાંથી એક યુવક ભીલડીના સોયલા ગામનો અને બીજો યુવક રાધનપુરનો હોવાનું ચર્ચાસ્પદ છે. બંને યુવકો ભીલડીથી રાધનપુર જઈ રહ્યા હતા તે સમયે મોડી રાત્રે ઘટના બની હતી. જેમાં ઘટનાની જાણ થતા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં એક વર્ષમાં 7 હજાર 618 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં 7 હજાર 618 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરોરજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માતની ઘટના બને છે. જેમાં 95 ટકા કિસ્સામાં ઓવરસ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે. જ્યારે હેલમેટ વગરના 1 હજાર 814 અને સીટ બેલ્ટ વિનાના 891 વાહનચાલકના મોત નિપજ્યા છે. એટલું જ નહીં અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.
બસમાં સવારી કરતા 109 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા
રાજ્યમાં રાહદારી પણ સલામતી નથી. કેમ કે વાહનની ટક્કરથી 1 હજાર 568 લોકોએ જીવ ગૂમાવ્યા છે. જ્યારે 1 હજાર 165ને ગંભીર ઈજા થઈ હતી. સાથે જ એક વર્ષમાં 161 સાયકલ ચાલકના પણ મોત થયા છે અને 128 સાયકલ ચાલક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય ટુ વ્હીલરમાં 3 હજાર 381, રિક્ષામાં 886, કારમાં 1 હજાર 45, ટ્રકમાં 645 અને બસમાં સવારી કરતા 109 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.


