- હીથ્રોની રેડિસન રેડ હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલો
- હુમલાખોર ભાગવા જતાં લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો
- એર ઈન્ડિયાએ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યુ
લંડનથી એક મોટી ઘટના સામે આવી છે. હીથ્રોમાં એક રેડિસન રેડ હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર કોઈએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાંથી લઈ જવામાં આવી હતી. ઘટના બાદ હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી.
હુમલામાં ક્રૂ મેમ્બર ખરાબ રીતે ઘાયલ
મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના હીથ્રોની રેડિસન હોટેલમાં રાતે 1.30 વાગ્યે બની હતી. જ્યારે એર ઈન્ડિયાની ક્રૂ મેમ્બર તેના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે કોઈ તેના રૂમમાં ઘુસી ગયો અને તેના પર હુમલો કર્યો હતો. તે ચોંકીને જાગી ગઈ અને મદદ માટે જોરથી બૂમો પાડવા લાગી. જ્યારે તે રૂમમાંથી દરવાજા તરફ ભાગવા લાગી ત્યારે હુમલાખોરે તેના પર કપડાના હેંગર વડે હુમલો કર્યો અને તેને ફ્લોર પર ઘસડી હતી. આ દરમિયાન તેણીને ગંભીર ઈજા થઈ હતી.
હુમલાખોર પકડાયો હતો
આ પછી હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટની બહાર હાજર લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. કેબિન ક્રૂ મેમ્બરને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે ડ્યૂટી પર પરત ફરી શકી ન હતી. મીડિયા અહેવાલ અનુસાર એરલાઈન ક્રૂ મેમ્બરે હોટલમાં સેફ્ટી, ડાર્ક કોરિડોર, અનનેમ્ડ રિસેપ્શન અને દરવાજો ખટખટાવવાની ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં, ત્યારબાદ આ ઘટના બની હતી.
એર ઈન્ડિયાએ આ ઘટનાનું દુઃખી વ્યક્ત કર્યુ
એર ઈન્ડિયાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. અમે અમારા સહયોગીઓ અને ટીમના સંપર્કમાં છીએ અને તેમને સતત સમર્થન આપી રહ્યા છીએ. એર ઈન્ડિયા સ્થાનિક પોલીસ સાથે કાયદાકીય મુદ્દાઓ પર પણ કામ કરી રહી છે. તેમજ હોટલ મેનેજમેન્ટનો સંપર્ક કરીને આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવા જણાવ્યું હતું. એરલાઈને કહ્યું કે, તે તેના ક્રૂ મેમ્બર અને સ્ટાફ મેમ્બર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.


