- ટ્રેક પર લોખંડની પાઇપ જેવું વસ્તુ દેખાઈ હતી
- સૌરાષ્ટ્ર્ર જનતાના મોટર મેનની નજર પડી હતી
- 19217 નંબર ટ્રેન મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન
સુરતમાં રેલવે ટ્રેક પર મોટી ઘટના બની છે. જેમાં રેલવે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ માટે રેલવે ટ્રેક પર લોખંડનો પાઈપ દેખાઈ જવાના કારણે ટ્રેનના મોટર મેનની નજર પડી હતી. જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરત નજીક રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ જેવી વસ્તુ દેખાઈ હતી. જેના દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું હતું. આ દરમિયાન સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનથી ટ્રેક પર નજર પડી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ દરમિયાન નોંધનીય છે કે, રેલવે ટ્રેક પરથી 19217 નંબર ટ્રેન મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન પસાર થવાની હતી. જેનો પણ બચાવ થયો છે. આ સાથે જ રેલવે પોલીસે તપાસ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. જેમાં અજાણ્યા શખ્સો સામે રેલવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.


