- ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અપહરણનો પ્રયાસ
- દારૂના નશામાં આરોપીએ કૃત્ય કર્યું હોવાનો ખુલાસો
- લોકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો
અમદાવાદમાં 1.5 વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ થયો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દારૂના નશામાં આરોપીએ કૃત્ય કર્યું હોવાનો ખુલાસો થયો છે. તેમાં લોકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
એમપીના વ્યક્તિએ અપહરણનો પ્રયાસ કર્યો
શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં 1.5 વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ થયો છે. જેમાં એમપીના વ્યક્તિએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. દારૂના નશામાં આરોપીએ આવુ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિકોએ પકડીને આરોપીને પોલીસ હવાલે કર્યો છે. વાળીનાથ ચોક પાસે ફલેટમાં રહેતા 64 વર્ષનાં વૃદ્ધા રવિવારે સાંજે પૌત્રને લઈને ઘર નજીક મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે એક યુવાન (મૂળ મધ્યપ્રદેશનો મંજૂ ઉઈકો) તેમના હાથમાંથી પૌત્રને ખેંચીને ભાગતા તેમણે બૂમાબૂમ કરતા રાહદારીઓએ ભેગા થઇ યુવાનને ઝડપી પાડ્યો હતો. જે અંગે ગુજરાત યુનિર્વસિટી પોલીસે યુવક વિરુદ્ધ અપહરણના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
સુરત જિલ્લાના કડોદરા એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી
અગાઉ સુરત જિલ્લાના કડોદરા એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. કૃષ્ણનગરમાંથી ટ્યુશનથી પરત ફરી રહેલ અમરેન્દ્ર સુધીરકુમાર મહંતો નામના બાળકનું અપહરણ કરાયું હતું. જોકે કલાકો સુધી બાળક ઘરે નહીં પરત થતા પરિવારજનો ચિંતિત રીતે ઘરમાં બેઠા હતા. તે દરમિયાન એક ફોન કોલ એવા આવ્યો કે જેનાથી બાળક અમરેન્દ્રના પિતા સુધીરકુમાર સહિત તેમના પરિવારજનો હચમચી ગયા હતા. અને એ ફોન કોલ એવો હતો કે બાળક અમરેન્દ્રનું કેટલાક અપહરણકારે અપહરણ કર્યું છે. અને તેને મુક્ત કરવા માટે રૂ.15 લાખની ખંડણી માંગી હતી.
2 અપહરણકારોએ 15 લાખની ખંડણી માંગી
2 અપહરણકારોએ 15 લાખની ખંડણી માંગતા સૌ પ્રથમ બાળક અમરેન્દ્રના પિતા સુધીરકુમાર અપરણક કારણે પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા. જોકે પરિવારજનોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અને બીજી બાજુ અપહરણકારોએ પણ આપેલ ધમકી મુજબ જ ગુનાને અંજામ આપી દીધો હતો. અને કામરેજ તાલુકાના ઉભેળ ગામે ઝાડી જાખરીમાંથી અપહત બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સુરત ગ્રામ્ય કડોદરા વિસ્તારમાંથી બાળકનું અપહરણ ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવો એ પણ પોલીસ માટે એક સમયે પડકાર હતો. પરંતુ અપહરણની ઘટના બનતા જ જિલ્લા પોલીસવાળાએ ગ્રામ્ય તેમજ શહેર પોલીસની દસથી વધુ ટીમો બનાવી હતી.
સમગ્ર મામલે કિશોરની હત્યા કરાયેલી લાશ મળી
સમગ્ર મામલે કિશોરની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યો હતો, ડ્રાઇવિંગ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પિતાને જયારે પ્રથમ ફોન આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે માંગવામાં આવ્યા હતા રૂ. 50 હજાર, પિતા રૂપિયા આપવા માટે તૈયાર પણ થઈ ગયા હતા, અને બીજો કોલ આવ્યો ત્યારે માંગવામાં આવ્યા હતા રૂ.15 લાખ એટલે પિતા તૂટી પડયો અને કડોદરા પોલીસના શરણે પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન અપહરણકારો પૈકી એક ઉમંગ નામનો જે ઈસમ છે તેને સુરત શહેરમાંથી અટકાયત કરી લેવાઈ હતી.


