- ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી અનેક ઈમારતો ધરાશાયી
- રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ
- પાડોશી દેશ અલ-સાલ્વાડોરમાં પણ ધરતીધ્રુજી
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળતી માહિતી અનુસાર મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં ભૂકંપ આવ્યો હતો. એસ્કુઈંટલા વિસ્તારમાં 6.1ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ નોંધાયો હતો. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે પાડોશી દેશ અલ-સાલ્વાડોરમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપને લીધે કોઈ જાનહાનિ નથી થઈ.
ઈમારતોને પહોંચ્યું નુકસાન
યુએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર, શુક્રવારે મોડી રાત્રે ગ્વાટેમાલાના દક્ષિણ પ્રશાંત તટે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો પોતાના ઘરબહાર દોડી આવ્યા હતા. જો કે આની સાથે ઈમારતોને નુકસાન થવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો હતો. ગ્વાટેમાલાના ઈમરજન્સી સેન્ટરના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર-પશ્ચિમમાં સૈના પાબ્લો શહેરમાં એક ચર્ચની સામેનો હિસ્સો ધરાશાયી થયો હતો.
અડધી રાત્રે આવ્યો ભૂકંપ
અલ સાલ્વાડોરના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના આંચકા ખૂબ તેજ હતા. અડધી રાત્રે આવેલા ભૂકંપને લીધે કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા. તાત્કાલિક કોઈ રિપોર્ટ નથી મળ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ 119 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું
જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સે ભૂકંપની તીવ્રતા 6.1 માપી હતી. તેઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 119 કિલોમીટરની ઊંડાઈ હતું.


