- જવેલર્સના કર્મચારીએ 96.83 લાખના સોનાની કરી ચોરી
- મિથુનદાસ અને સૌવિકદાસે મળીને કરી સોનાની ચોરી
- કુલ 3.5 કિલો સોનાની ચોરી કરતાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદમાં લાખોના સોનાની ચોરની ઘટના બની છે. અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ મથકમાં લાખોના સોનાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સોનીની દુકાનમાં કામ કરતાં ભૂતપૂર્વ કર્મચારીઓએ મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદમાં એ જવેલર્સની દુકાનમાં ચોરી થયાની ઘટના બની છે. જવેલર્સના કર્મચારીઓએ સાથે મળીને 96.83 લાખના સોનાની ચોરીને અંજામ આપ્યો હતો. બે ચોરોએ મળીને કુલ 3.5 કિલો સોનાની ચોરી કરી હતી. બંને કર્મચારીઓ સોનાની દુકાનમાં કામ કરતાં હતાં જેમને લાલચ જાગતાં બંનેએ લાખોની કિંમતના સોનાની ચોરી કરી હતી.
અમદાવાદના જવેલર્સના માલિકે ઘાટલોડિયા પોલીસ મથકમાં તેની દુકાનમાંથી લાખોની કિંમતની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જવેલર્સના માલિકે તેના બે કર્મચારીઓએ ચોરી કરી હોવાની શંકા જતાં આરોપી મિથુન દાસ અને સૌવિક દાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘાટલોડિયા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદમાં કુલ 3.50 કિલો સોનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેની બજાર કિંમત કુલ રુ. 96.86 લાખ આંકવામાં આવી હતી.
ચાંદખેડામાં ધનતેરસના દિવસે થઈ હતી ચોરી
ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સના શો રૂમના માલિક મહેશભાઈ શાહને બંધક બનાવીને આ જ શો રૂમમાં કામ કરતા કર્મીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. ધનતેરસ હોવાથી વેપારીની દુકાન રાત્રે મોડી સુધી ચાલુ હતી અને રાતના બે વાગ્યે તેઓએ દુકાનના દાગીના ભેગા કરીને સ્ટ્રોંગ રૂમ લોકરમાં મુકવા ગયા તે જ સમયે તેઓના શોરૂમમાં કામ કરતા સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ નાયક નામના બન્ને સેલ્સમેન તેઓને સ્ટ્રોંગ રૂમમાં પુરી દઈ શો રૂમમાં રાખવામા આવેલુ અંદાજે સવા ત્રણ કિલો સોનું લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આરોપીને પકડવા પોલીસે ટીમો કામે લગાડી હતી
પોલીસે આ મામલે ફરિયાદી વેપારીનું નિવેદન લઈ આરોપીઓને પકડવા ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં આરોપીઓમાં સુરેન્દ્રસિંહ ઝાલા બનાસકાંઠાનો રહેવાસી તેમજ ચિરાગ નાયક મહેસાણાનો રહેવાસી હોવાનુ ખુલ્યું છે. આ ગુનામાં સામેલ સુરેન્દ્રસિંહ છેલ્લાં 5 વર્ષથી વેપારી સાથે કામ કરતો હોવાનું ખુલ્યું છે તેમજ ચિરાગ છેલ્લા એક મહિનાથી કામ કરતો હતો. હાલ તો આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.


