- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક બસપોર્ટનું લોકાર્પણ થશે
- પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું
- અંદાજે 250 જેટલી નાની – મોટી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર પણ છે
ભુજમાં અંદાજિત 34 કરોડના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે. ભુજને અત્યાધુનિક બસ પોર્ટની ભેટ મળી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક બસપોર્ટનું લોકાર્પણ થશે
ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. આ આઇકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ સહીતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ આઇકોનિક બસ પોર્ટમાં રેસ્ટોરન્ટ પણ હશે તો સાથે જ 4 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર પણ હશે જેનું કામ હજુ ચાલી રહ્યું છે. તો મુલાકાતીઓ વિવિધ ખરીદી કરી શકે તે માટે અંદાજે 250 જેટલી નાની – મોટી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર પણ ઉભુ કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

ભુજ બસ પોર્ટમાં આધુનિક સુવિધાઓ
પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. આ આઇકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીસ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તેમજ આધુનિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અન્ડર ગ્રાઉન્ડ પે પાર્કિંગની સુવિધા, જેમાં 400 વાહનો પાર્ક કરી શકાશે. તથા 250થી વધુ લોકોને સમાવી શકાય એવો વિશાળ હોલ, જે કોઈ પણને ભાડેથી મળશે.


