ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 6 ડિસેમ્બરના રોજ ભારતના દિગ્ગજ ક્રિકેટરોનો જન્મ દિવસે છે. એક જ દિવસે આ ક્રિકેટરનો જન્મ દિવસ એ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ રસપ્રદ બાબત છે. ટીમ ઇન્ડીયમાં આ સ્ટાર ક્રિકેટરોએ પોતાની મહેનતથી ખાસ મુકામ બનાવ્યું છે. આ સ્ટાર ક્રિકટરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની સિદ્ધિ મેળવી છે. આજે 6 ડિસેમ્બરના દિવસે ભારતના પાંચ ખેલાડીઓનો જન્મદિવસ છે. જેમાં રવિન્દ્ર જાડેજા , જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, કરુણ નાયર અને આરપી સિંહનો સમાવેશ થાય છે.


