- ટેન્ડર પ્રોસેસ કરીને વર્લ્ડ બેંકની રૂ. 3,000 કરોડની લોન મેળવાશે
- આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્ત, શહેરમાં કુલ 1,280 ક્ષમતાના 4 STP બનાવાશે
- મંજૂરી મેળવવા માટેની દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે
AMC દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની નવી ગાઈડલાઈનને અનુસરીને સાબરમતી નદીમાં શુદ્ધ કરેલું પાણી છોડવા અને પર્યાવરણની જાળવણી કરી શકાય તે હેતુસર કુલ 1,280 કેપેસિટીના 4 સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) પ્લાન્ટ બનાવાશે. આ ચાર STP પૈકી વાસણામાં રૂ. 778 કરોડના ખર્ચે 375 MLDની ક્ષમતાનો નવો સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તૈયાર કરાશે. મ્યુનિ. દ્વારા રૂ. 778 કરોડના ખર્ચે વાસણામાં નવો STP બનાવવા અને 10 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ તેમજ જૂની ડ્રેનેજ લાઈનો અપગ્રેડ કરવા માટે મંજૂરી મેળવવા માટેની દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે. વાસણામાં 375ની કેપેસિટી ધરાવતો STP બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી મળી ગયા પછી ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે અંગે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાશે અને તેના આધારે વર્લ્ડ બેન્કની રૂ. 3,000 કરોડની લોન મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરાશે. NGTના નવા નોર્મ્સ મુજબ સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા પછી છોડવામાં આવનાર પાણીમાં TSS 10 mg અને BOD mg હોવા જોઈએ. જુના નોર્મ્સ મુજબ નદીમાં છોડાનાર TSS અને BODનું પ્રમાણ 30થી 50 mg છે. આ કામની ડીઝાઈનમાં 15% લોડીંગ ચાર્જ અને બાયોગેસ ઉત્પાદન અને વીજ ઉત્પાદનની જોગવાઈઓ દૂર કરાઈ છે.
અમદાવાદમાં નવા STP બનાવવા, હયાત STP ને એન.જી.ટી ના ધારા-ધોરણ મુજબ સુધારા કરવા, TTP બનાવવા, માઈક્રો ટનલીંગથી પધ્ધતિથી સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ લાઈન નાંખવા, તળાવો અને કેનાલનું ડેવલપમેન્ટ કરવા તથા જુની ડ્રેનેજ રીહેબકરવા વર્લ્ડ બેન્ક દ્વારા AMCને રૂ. 3000 કરોડની લોન આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ હેતુસર ખિલાડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને એન્વાયરો કન્ટ્રોલ પ્રાઈવેટ લિમિટેડએ સંયુક્ત રીતે, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, સુએઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એન્ડ સુએઝ ઈન્ટરનેશનલ દ્વારા બીડ રજૂ કરાયા હતા. કુલ અંદાજની રકમ રૂા. 1084.68 કરોડના ટેન્ડરની સામે સૌથી ઓછા ભાવના બીડ આવ્યા છે.
વર્લ્ડ બેન્ક દ્વારા AMCને મળનારી નાણાકીય સહાય
વર્લ્ડ બેન્ક દ્વારા લોન તરીકે પ્રોજેકટની અંદાજીત રકમના 704 રકમ અપાશે. જયારે બાકીની 306 રકમમાં રાજય સરકારનો ફળો 154 તથા મ્યુનિ.નો ફળો 15% રહેશે.
લોનનો સમયગાળો : 20 વર્ષ, મોરેટોરિયમ : 5 વર્ષ, રીપેમેન્ટ સમયગાળોઃ 15 વર્ષ રહેશે.
લોનના મુદ્દલ તેમજ વ્યાજનુ પેમેન્ટ અ.મ્યુ.કો. દ્વારા કરવામાં આવશે.
વર્લ્ડ બેન્ક દ્વારા કુલ 400 મિલીયન ડોલરની પ્રોજેક્ટના કોસ્ટના 70% લખે 280 મિલયન ડોલરની રકમ વર્લ્ડ બેન્ક દ્વારા અપાશે. જેમાંથી 120 મિલીયન ડોલર પરફેર્મન્સ બેઝ હશે.
ગુજરાત રેસીલીયન્ટ સિટીઝ પ્રોગ્રામ (G-ARCP) ના હેઠળ એકાઉન્ટ ખોલવામાં આવશે
15 જાન્યુઆરી 2028થી લોનનું રીપેમેન્ટ શરૂ થશે.


