- ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીને લઈને એક્શનમાં
- ગેરરીતિ અને બેદરકારી સામે કડક કાર્યવાહી હાથ ધરાશે
- ચૂંટણીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં નહીં આવે: EC
દેશભરમાં યોજાનારી ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. આગામી ચૂંટણીને લઇ ચૂંટણી પંચે બેઠક યોજી હતી, જેમાં કાયદા અને સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ECની મહત્વની બેઠકમાં અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષા એજન્સીઓના દિગ્ગજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવો, DGP, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને CAPFના વડાઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી પંચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા અને જપ્તી અટકાવવા માટે ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
“બેદરકારીના કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે”
સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, આ વખતે ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની બેદરકારીને સાંખી લેશે નહીં. આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક નજર રાખવામાં આવશે. આ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા અંગે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે, બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે સૂસ્ત પણે કડક કાર્યવાહી થઈ શકે છે. CAPF અને SAP રાજ્યોમાંથી બહુવિધ મૂલ્યાંકનો પર આધારિત ચૂંટણી દરમિયાન તૈનાત કરવામાં આવશે. CAPFને આ વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ કરવા માટે તૈનાત કરવામાં આવશે.
આ ચૂંટણી બહુ જ ખર્ચાળ..?
નિષ્ણાતોના મત મુજબ, લોકસભા ચૂંટણી 2024માં પણ ખર્ચની રકમ વધવાની છે. 2009 અને 2014 ની વચ્ચે ચૂંટણી ખર્ચ લગભગ ત્રણ ગણો વધી ગયો હતો. જ્યાં 2009ની લોકસભા ચૂંટણીમાં 1114.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો 2014માં 3870 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. દેશમાં સૌથી ઓછી ખર્ચાળ લોકસભા ચૂંટણી 1957ની હતી. ત્યારે ચૂંટણી પંચે માત્ર રૂપિયા 5.9 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી છે. અત્યાર સુધીની આ આખી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધુ વધવાની આશા છે.


