- ખેરાલુમાં નીકળેલી એક ધાર્મિક યાત્રા પર પથ્થરમારો
- ચોક્કસ સ્થળેથી યાત્રા પસાર થતાં પથ્થરમારો કર્યો
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો
ખેરાલુમાં ધાર્મિક યાત્રાની રેલી પર પત્થર મારો થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. મહેસાણાના ખેરાલુ ખાતે નીકળેલી ધાર્મિક યાત્રામાં કેટલાક અજાણ્યા શખસોએ પત્થર મારો કર્યો હતો. આ પત્થરમારાની ઘટનાને પગલે ધાર્મિક યાત્રામાં સામેલ યાત્રાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ધાર્મિક યાત્રા પર અચાનક પત્થર મારાની ઘટના બનતાં લોકોના ટોળે ટોળા વળી ગયાં હતા.
ચોક્કસ સ્થળેથી ધાર્મિક યાત્રા પસાર થતાં પત્થરમારો
મળતી માહિતી અનુસાર, મહેસાણાના ખેરાલુના હાટડિયા વિસ્તારમાં ધાર્મિક યાત્રા પર પત્થરમારો થયાના સમાચાર મળી રહ્યાં છે. ધાર્મિક યાત્રા ચોક્કસ સ્થળેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કેટલાક અસાજિક તત્વોના જૂથે મળીને આ ધાર્મિક યાત્રા પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસામાજિક જુથ અને ધાર્મિક રેલીમાં રહેલાં લોકો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર પત્થરમારો થયો હતો. ધાર્મિક યાત્રામાં ડીજે વગાડવા મુદ્દે હોબાળો થયો હતો અને પછી અચાનક ધાર્મિક યાત્રા પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પથ્થરમારામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે અંગે કોઈ માહિતી મળી નથી.
પોલીસે ઘટના સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો
ધાર્મિક યાત્રા પર પત્થરમારો થયાની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી જેને લઈને મહેસાણા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને મહેસાણા પોલીસે ઘટના સ્થળ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મહેસાણા જિલ્લા પોલીસે ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં સામેલ પત્થરમારો કરનાર શખસોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ફરીથા ધાર્મિક યાત્રા શરુ
ખેરાલુમાં પોલીસની દેખરેખમાં ફરીથી ધાર્મિક યાત્રાની રેલી નીકળી છે. સ્થાનિક ધારાસભ્ય સરદાર ચૌધરી સહિત આગેવાનો જોડાયા છે. હાટડીયા વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત પોલીસ ઘટનાસ્થળે હાજર


