- અન્ય કર્મચારીની સીટ નીચે મૂકી હતી બેગ
- સૂર્યા આંગડિયા પેઢીના કર્મચારીએ નોંધાવી ફરિયાદ
- વડોદરા પ્લેટફોર્મ 6થી ટ્રેન ઉપડ્યા બાદ ચોરીની જાણ થઈ
ટ્રેનમાં ચોરીની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં મુંબઇ થી રાજકોટ જતી ટ્રેનમાં આંગડિયા પેઢીની 14 લાખની 21 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, મુંબઇથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલમાં ચોરી થઈ છે. જેમાં સૂર્યા આંગડિયા ફેડીના કર્મચારી રાજકોટ જઈ રહ્યા હતા. આ વચ્ચે વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. જેના દરમિયાન ચોર દ્વારા સીટ નીચે બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જેની જાણ પણ તેમને સ્ટેશન પરથી ટ્રેન ઉપડ્યા બાદ થઈ હતી.
જેમાં આંગડીયા પેઢીના કર્મચારીની ટિકિટ કન્ફર્મ ન હોવાથી અન્ય કર્મચારીની સીટ નીચે બેગ મૂકી હતી. જ્યારે કર્મચારીઓ વડોદરા પ્લેટફોર્મ 6 થી ટ્રેન ઉપડ્યા બાદ ચોરીની જાણકારી થઈ હતી. આ પછી આજુબાજુ શોધખોળ કરવા છતાં બેગનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે મેં મારા શેઠ વી.આર. પરમારને ફોન કરીને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોધાવવાનું કહ્યું હતું.
આ પછી જાણ થતા આણંદ સ્ટેશને કર્મચારીઓએ ઉતરી વડોદરા આવી ફરિયાદ નોંધાવી હતી. તેમજ ઘટના અંગે રેલવે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જેના બાદ વડોદરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ બેગમાં રૂ.14 લાખ કિંમતની 21 કિલોગ્રામની આસપાસ ચાંદી હોવાની વિગતો સામે આવી છે.


