- UPમાં ભીખારીની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો હતો
- હત્યા બાદ આરોપી અમદાવાદ આવી ગયો હતો
- આરોપીના પરિવારે ડેથ સર્ટીફિકેટ બનાવી પોલિસી લીધી
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. જેમાં ભીખારીની હત્યા કરી રૂપિયા 80 લાખની વીમા પોલિસી લઈ લીધી છે. તેમાં વીમા પોલિસીના રૂપિયા માટે હત્યા કરી હતી. આરોપીએ ભીખારીની હત્યા કરી પોતાને મૃત જાહેર કર્યો હતો.
આરોપીના પરિવારે ડેથ સર્ટીફિકેટ બનાવી પોલિસી લીધી
આરોપીના પરિવારે ડેથ સર્ટીફિકેટ બનાવી પોલિસી લીધી હતી. જેમાં UPમાં ભીખારીની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો હતો. વર્ષ 2006માં હત્યા બાદ આરોપી અમદાવાદ આવી ગયો હતો. તેમાં નકલી દસ્તાવેજ બનાવી આરોપી રહેતો હતો. તથા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે.
ભીખારીની હત્યા કરીને લાશને કારમાં સળગાવી
2006માં ઉત્તર પ્રદેશમાં ભીખારીની હત્યા કરીને લાશને કારમાં સળગાવી દીધેલ હતી. જેમાં આરોપી અનિલ સિંહ ઉર્ફે રાજકુમાર પોતે મૃત્યુ પામ્યો હોવાનુ કહી રૂપિયા લઈ લીધા હતા. 2006 માં ઘટના બાદ અમદાવાદમાં આવી ગયો હતો. જેમાં અમદાવાદમાં નકલી પુરાવા બનાવીને જીવન જીવી રહ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડ માં પરિવારના લોકો પણ સામેલ હતા.
નાસિકમાં વીમા પેટે 4 કરોડ રૂપિયા લેવા માટે હત્યાની અનોખી ઘટના
અગાઉ મહારાષ્ટ્રના નાસિકમાં વીમા પેટે 4 કરોડ રૂપિયા લેવા માટે હત્યાની અનોખી ઘટના સામે આવી હતી. જેમાં આ આખો પ્લાન બનાવનાર પોતે જ પોતાના પ્લાનનો શિકાર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ નકલી દસ્તાવેજો સાથે બનાવટી લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને યોજના બનાવી હતી કે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ દેખાડીને તેની નકલી પત્ની વીમા તરીકે 4 કરોડ રૂપિયાનો દાવો કરશે, ત્યારબાદ તેઓ એકબીજાની વચ્ચે પૈસાની વહેંચણી કરશે.
વીમાના દાવા માટે, નકલી પતિ-પત્ની બંનેએ ફરીથી એવી વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું, જેની હત્યા કરીને તેઓ તેને પતિની લાશ બતાવીને વીમાના પૈસા લઈ શકે. જોકે, બંનેને ઘણા દિવસો સુધી આવી વ્યક્તિ મળી ન હતી. આ પછી નકલી પત્નીએ તેના અન્ય સાથીઓ સાથે મળીને તેના નકલી પતિની હત્યા કરી લીધી હતી. મહિલાએ તેના નકલી પતિની હત્યા કરી અને તેની લાશને કારથી કચડી નાખી હતી. આ પછી તેણે વીમાનો દાવો કર્યો અને વીમા તરીકે 4 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે, જ્યારે તેની પત્નીને ખબર પડી કે તેના સાથીઓએ તેને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 3.50 કરોડ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા, ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ હત્યાકાંડનું પરથી પડદો ખુલી ગયો હતો. જેમાં પોલીસે આ કેસમાં મહિલાની તેના અન્ય બે સાથીઓ સાથે ધરપકડ કરી હતી.


