- NASAનું 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ દરમિયાન એક નવું મિશન
- APEP નામના મિશન દરમિયાન 3 રોકેટ લોન્ચ કરવામાં આવશે
- સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાથી પૃથ્વી ઉપરના વાતાવરણની અસરનો અભ્યાસ કરશે
NASAના ભારતીય મૂળના વૈજ્ઞાનિકો 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ દરમિયાન એક મહત્વપૂર્ણ મિશનનું નેતૃત્વ કરશે. મિશન દરમિયાન 3 રોકેટ લોન્ચ કરવામાં આવશે. ભારતીય વૈજ્ઞાનિક આરોહ બરજાત્યાની આગેવાની હેઠળના એટમોસ્ફેરિક પરર્ટર્બેશન્સ અરાઉન્ડ ધ એક્લિપ્સ પાથ (APEP) નામના મિશન દરમિયાનએ જાણવામાં આવશે કે સૂર્યપ્રકાશમાં અચાનક ઘટાડો થવાથી પૃથ્વી ઉપરના વાતાવરણને કેવી રીતે અસર કરે છે.
ક્યારે અને કેવી રીતે લોન્ચ થશે?
આ મિશન દરમિયાન પ્રથમ રોકેટ સૂર્યગ્રહણના 35 મિનિટ પહેલા, બીજું સૂર્યગ્રહણ દરમિયાન અને ત્રીજું 35 મિનિટ પછી લોન્ચ કરવામાં આવશે. તેઓને વલયાકાર માર્ગની બહાર મોકલવામાં આવશે જ્યાં ચંદ્ર સીધો સૂર્યની સામેથી પસાર થાય છે. તમામ રોકેટમાં 4 નાના વૈજ્ઞાનિક સાધનો લગાવવામાં આવશે. આ સાથે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રો અને તાપમાનમાં થતા ફેરફારોનો NASAના ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અભ્યાસ કરશે.
જો તે સફળ થાય તો શું થશે?
જો આ મિશન સફળ થશેતો સૂર્યગ્રહણ દરમિયાન આયનોસ્ફિયરમાં બહુવિધ સ્થળોએથી એકસાથે લેવાયેલ આ પ્રકારનું પ્રથમ માપ હશે. વૈજ્ઞાનિકો વર્જિનિયામાં નાસાની વોલોપ્સ ફ્લાઇટ ફેસિલિટી ખાતે 8 એપ્રિલ, 2024ના રોજ ન્યૂ મેક્સિકોથી ઑક્ટોબર 14ના રોજ લૉન્ચ કરવામાં આવેલા APEP રોકેટનો ફરીથી ઉપયોગ કરશે.