- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના માથે ઘાત
- સમીર કામથ નામના વિદ્યાર્થીના મૃતદેહ મળવાને લઈ સઘન તપાસ
- મૃતક સમીરે આપઘાત કર્યાનો ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન ઈન્ડિયાના રાજ્યમાં આવેલી જાણીતી પડર્યૂ યુનિવર્સિટીમાં ડૉકટરેનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સમીર કામથ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીએ જાતે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ગોળી મૃતકના માથામાં વાગી હતી. જેથી તેનું મોત થયાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.
પડર્યૂ યુનિવર્સિટીની સત્તાવાર માહિતી પ્રમાણે સમીર કામથ નામનો વિદ્યાર્થી પાંચમી ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનો મૃતદેહ યુનિવર્સિટીના ક્રો ગ્રોવ સંકુલમાંથી મળી આવ્યું હતું. જે એક કુદરતી સંરક્ષિત સ્થળ છે. વોરેન્ટ કાઉન્ટીના જસ્ટિન બ્રુમેને જણાવ્યું કે ઈન્ડિયાના ક્રોફર્જવિલેમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ કામથનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
સઘન તપાસ શરૂ કરાઈ
બ્રુમેટની કચેરીએ એક સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે મૃતક સમીર કામથનું મોત માથામાં ગોળી વાગવાથી થયું હતું. અને આપઘાતનો કેસ છે. તેને જાતે લમણે ગોળી ધરબી દીધી છે. જોકે આ કેસમાં હજી એક રિપોર્ટ આવવાનો બાકી છે. આ કેસમાં અન્ય સ્થાનિક તપાસ એજન્સીઓ પણ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે મોતનું કારણ સ્પષ્ટ રીતે આપઘાત હોવાનું સામે આવ્યું છે. કામથના મોતના કારણની જાણકારી જાહેર કરતા પહેલા તેના પરિવારને જાણ કરવામાં આવી હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. બ્રુમેટે જણાવ્યું કે અમારી ઊંડી સહાનુભૂતિ અને સંવેદના પરિવારની સાથે છે.
મૃતક યુવકને PHDની પદવી મળવાની હતી
મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રમનખ અનુસાર, મૃતક વિદ્યાર્થી સમીર કામથ મેસાચુસેટ્સમાં રહેતો હતો. અને તેને મેસાચુસેટસ એમહર્સ્ટ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને વર્ષ-2021માં પડર્યૂ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જ્યાં તે મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો. તેને વર્ષ-2025માં ડૉક્ટરેટરની પદવી એનાયત થવાની હતી.


