એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર હોવ, જો તમે સાચા અર્થમાં માર્ગ પર છો, તો તમે ખાલી બસ તેની પાછળ પાગલ નથી; તમને તો તેનો વળગાડ લાગેલો છે. જો તમારે તમારી ચેતનાના શિખર પર પહોંચવું હોય, તો તમારી પાસે રહેલી બધી ઊર્જાને એક દિશામાં કેન્દ્રિત કરવાની રહેશે.
જો તમે તેને દસ જુદી જુદી દિશામાં ફેંકી રહ્યા છો, તો તે સ્પષ્ટ છે કે તમે ક્યાંય પહોંચવાના નથી, બરાબર ને? જો તમે તમારી પાસે રહેલી બધી શક્તિને એક દિશામાં લગાડો, તો પણ કદાચ તે પૂરતું નહીં હોય.
એટલે જ જ્યારે જરૂર પડે ત્યારે ગુરુ તમને ઉપર લાવવાનું કામ છે, પણ જો તમે તમારી ઊર્જાને દસ જુદી જુદી દિશામાં વહેંચવા માંગો છો, તો ચોક્કસપણે તે એળે જશે. તો તેની પાછળ પાગલ ન થાઓ, તેનો વળગાડ લગાડો. તમારા માટે બીજું કંઇ નથી, બાકીનું બધું બસ તમને ત્યાં પહોંચાડવા માટે છે. જ્યારે તે આવી રીતે બની જાય, ત્યારે જ તમારા આધ્યાત્મિક માર્ગનો કોઈ અર્થ છે.
જો એવું ન હોય તો, જો તે તમારા જીવનમાં વધારાનો એક શોખ છે, કે તમને આધ્યાત્મિક મનોરંજન ગમે છે – જુદા જુદા લોકો વિવિધ પ્રકારનાં મનોરંજન શોધે છે અને અમુક લોકો આધ્યાત્મિકતા સાથે છબછબિયાં કરે છે. તે તમારા પર નિર્ભર છે. આવા લોકો માટે મારી પાસે કહેવા માટે કંઇ નથી, પણ જો તમે ખરેખર જાણવા માંગતા હોવ, તો તમારું આખું અસ્તિત્વ એક દિશામાં કેન્દ્રિત હોવું જોઈએ. તમને તેનો પૂરેપૂરો વળગાડ લાગેલો છે. આનો અર્થ એ નથી કે તમે વિવેકહીન બની જશો. આનો અર્થ એ નથી કે તમે કુટુંબમાં ન રહી શકો. આનો અર્થ એ નથી કે તમે તમારી સામાજિક જવાબદારીઓ નિભાવી શકતા નથી. બસ તેનો ઉપયોગ તમારા માટે એક આધ્યાત્મિક પ્રક્રિયા તરીકે કરો.
દરેક શ્વાસ, દરેક પગલું, દરેક કાર્ય જે તમે તમારા જીવનમાં કરો છો તે એક આધ્યાત્મિક પ્રક્રિયા બની જાય છે. તો જ સંઘર્ષ નથી થતો. જ્યારે તમે કહો છો કે, “આ મારો આધ્યાત્મિક માર્ગ છે, આ મારો પરિવાર છે, આ મારો વ્યવસાય છે, આ મારી ક્લબ છે”
ત્યારે તમારી અંદર સંઘર્ષ થાય છે. જો તમે ખાઓ છો, તો તમે બસ એટલા માટે જ ખાઓ છો કારણ કે તમે જાણવા માંગો છો. જો તમે પીઓ છો, તો તમે બસ એટલા માટે પીશો, કારણ કે તમે જાણવા માંગો છો. જો તમે કામ કરો છો, તો તમે બસ એટલા માટે જ કામ કરો છો, કારણ કે તમે જાણવા માંગો છો. પછી કોઈ સંઘર્ષ નથી.


