- વિતરક દ્વારા અનાજ ઓછું અપાતું હોવાની રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ
- ભ્રષ્ટાચાર દુર કરોના નારા સાથે થાળીઓ ખખડાવી વિરોધ કરીરહ્યા હતા
- સ્થાનિકોએ થાળી વગાડી ભ્રષ્ટાચાર દુર કરોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો
શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્રારા અનાજ ઓછપં આપવામાં આવતું હોવાની ગામના એક યુવાન દ્રારા મામલતદારને કરવા છતાં કોઇ નિવેડો નહી આવતાં સ્થાકિો લોકોમું ટોળું આજે મામલતદાર કટેરીએ ધસી જઇ ધરણાં કરવાના હતી.જેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે કચેરીનો દરવાજો બંધ કરી દેતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.સ્થાનિકોએ થાળી વગાડી ભ્રષ્ટાચાર દુર કરોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે અનાજ ઓછુ અપાતુ હોવાનો વીડીયો સાથે પીરોજપુરા ગામના જાગૃત નાગરીક વીપુલ ઠાકોરે દ્વારા મામલતદારને પીરોજપુરાના હનુજી ઠાકોર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરવા અને આ વ્યક્તિ બદલવા અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. તેમજ અગાઉ લેખીત અરજી વીપુલ ઠાકોર દ્વારા કરવામાં આવેલી હતી .તેલ મીઠુ આપવામાં આવતુ નથી. કમ્પ્યુટર પ્રિન્ટ પણ આપવામાં આવતી નથી. છતાં કોઈ કાર્યવાહી ના થતાં આજે સ્થાનિકો મામલતદાર કચેરી તરફ્ ઘસી આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ થતાં કચેરીનો ગેટ બંધ કરી દેવાયો હતો. જોકે આ લોકો દ્રારા ભ્રષ્ટાચાર દુર કરોના નારા સાથે થાળીઓ ખખડાવી વિરોધ કરીરહ્યા હતા .


