- CNG પમ્પ પર કારમાં લાગેલી આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ
- અચાનક આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
- ફાયર સેફટી ના સાધનો અને પાણી દ્વારા આગને કાબુમાં લેવામાં આવી
આણંદના તારાપુરના સાંઠ ગામના એક સીએનજી પમ્પ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે. કારમાં સીએનજી ફિલિંગ કરીને નોઝલ બહાર કાઢતા સમયે અચાનક કારમાં આગ લાગી હતી અને ગેસ પંપ માલિક દ્વારા પોતાની પાસેના ફાયર સેફ્ટીના સાધનો અને પાણી દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી.
ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી
ત્યારે ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગેસ ભરતી વખતે લાગેલી અચાનક આગને કારણે કાર સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ થઈ હતી અને સીએનજી પંપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
સમગ્ર વિસ્તારમાં મોટી દોડધામ મચી
ત્યારે બીજી તરફ સીએનજી પમ્પ પર કારમાં લાગેલી આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં મોટી દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા સીએનજી પમ્પ પર ઉમટ્યા હતા. જો કે અત્યાર સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હાની થઈ નથી.


