- આણંદમાં સત્યેન્દ્ર પેકેજીંગ નામની કંપનીમાં લાગી ભીષણ આગ
- પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી કંપનીમાં આગ
- વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
આણંદમાં આગની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપૂરા પાસે કંપનીમાં ભીષણ આગ લાગી છે. સત્યેન્દ્ર પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કંપની પ્લાસ્ટિકની થેલીઓ બનાવે છે.
વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા
ત્યારે આગ લાગવાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે અત્યાર સુધી જાનહાનિના પણ કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝી ગયા
ત્યારે ફાયર બ્રિગેડના 4 જવાનો ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં દાઝી ગયા છે, ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટની ઘટના બની અને જવાનો દાઝી ગયા છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી હતી
થોડા દિવસ પહેલા ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કેમેક્સ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટના બનતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.
આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપેટમાં બાજુની અન્ય એક કંપની પણ આવી હતી અને સલામતીના ભાગરૂપે કંપનીની આસપાસના રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા હતી, લોકોની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી દીધી હતી.


