- આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કર્યો કાર સ્ટંટનો વિડીયો
- વાયરલ વિડીયોમાં હેવી ડ્રાયવરની કરતબથી લોકો ઘેલા થાય
- સર, અમને થાર કારમાં પણ આ ફીચર જોઈએ છે: યુઝર્સ
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ઘણીવાર લોકોના કૌશલ્યના વખાણ કરતા અથવા અનોખા વીડિયો શેર કરતા રહે છે. ફરી એકવાર તેમની એક પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે, જેમાં એક અદ્ભુત કાર સ્ટંટ જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને થાર પ્રેમીઓએ આ ફીચરની માંગ પણ કરી કાઢી. વિડીયોમાં એક વ્યક્તિ બે પૈડા પર કાર ચલાવતો જોવા મળે છે, જે જોઈને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.
કારના સ્ટંટનો વિડીયો કર્યો શેર
વીડિયોમાં એક વ્હાઇટ અને બ્લેક કાર અચાનક આમને-સામને આવી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ એટલો સાંકળો છે કે તેના પરથી માત્ર એક જ કાર પસાર થઈ શકે છે. રસ્તાની એક તરફ ઊંડી ખીણ દેખાય છે અને બીજી બાજુ ઊંચો પહાડ દેખાય છે. આ દરમિયાન યુવતી પહેલા પોતાની કારને રિવર્સ કરીને એક બાજુએ મુકી દીધી, પરંતુ તેમ છતાં બીજી કારને પસાર થવા માટે જગ્યા નથી, એવામાં કાળી બ્લેક કારનો ડ્રાયવર કારને બે પૈડાં પર ચલાવે છે અને ત્યાંથી સરળતાથી પસાર થઈ જાય છે.
અહી જુઓ વાયરલ વિડીયો
આ વિડિયો ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. 1 મિનિટ 37 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 48 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપીને સ્ટંટના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘કારને નુકસાન પહોંચાડ્યા વિના તેણે આ કેવી રીતે કર્યું?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘અમે થારમાં પણ આ ફીચર ઈચ્છીએ છીએ.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘ખરેખર આ ગાંડપણ છે.’


