- ધર્મજ હાઈવે પરની મનોજ પટેલ નામની ખરીમાં તપાસ
- તમાકુની ખરીમાં અચાનક જ હાથ ધરી તપાસ
- GST વિભાગે દસ્તાવેજો, બિલોની તપાસ હાથ ધરી
આણંદના પેટલાદમાં આજે GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો. પેટલાદના જોગણ પાસે તમાકુની ખરીમાં GST વિભાગે તપાસ હાથ ધરી હતી. વડોદરા GST વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, આણંદના પેટલાદમાં વડોદરા GST વિભાગના અધિકારીઓએ તમાકુની ખરીમાં દિવસ દરમિયાન તપાસ હાથ ધરી હતી. GST વિભાગ દ્વારા જોગણ નજીક ધર્મજ હાઇવે રસ્તા ઉપર આવેલ મનોજ પટેલ નામની તમાકુની ખરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરોડા સ્થળે કલાકો સુધી GST વિભાગના અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરીને તમાકુની ખરીમાં બિલોની તપાસ કરી હતી. વધુ ચેકીંગની પ્રક્રિયા ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું.


