વ્યાજના વિષચક્રમાં મારું અને મારા પરિવારનું જીવન નર્ક થઇ ગયુ
આથી મારે મારુ વૈશાલીનગરનું મકાન વેંચવુ પડયુ
પુષ્પરાજે મારી પાસેથી પાંચ લાખના ૪૦ લાખ વસુલ્યા
મૂકેશ સિંધવે મારુ બધું જ બરબાદ કરી નાંખ્યુ રોજ સવારે ૧૧ વાગ્યે ૧પ હજાર પહોંચાડી દેવાના. ખુબ જ ત્રાસ આપે છે.
૧ તારીખથી રોજના રપ હજાર નકકી કર્યા છે. મારી પાસે દેવાના પૈસા નથી. કાં તો હું આત્મહત્યા કરું કાં તો રાજકોટ છોડવુ પડે. સાહેબ તમે આ બધાને ખુબ સજા કરજો….
સાહેબ પહેલાં મારા પતિને ગુમાવ્યા હવે મારા દિકરા ભાર્ગવને ગુમાવવા નથી માંગતી
પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રની અગ્ર ગુજરાતને આપેલી નકલના અંશો
તારીખ ર૬-ર-ર૪
શ્રી માનનિય કમિશનર સાહેબ
દિલગીરી સાથે જણાવવાનું કે, રાજકોટ આનંદ સ્નેકસમા યાજ્ઞિક રોડ ઉપર મારી હોટલ છે. હું છેલ્લા ૧૪ વરસથી મારી હોટલ મારા પતિના અવસાન બાદ હું ચલાવું છું. સાહેબ મારે સાથે કેટરીંગનો વ્યવસાય છે. કોરોના પછી સાહેબ હોટલનો ધંધો મંદો પડી ગયો અને કેટરીંગ પણ બંધ હતું. તે દરમિયાન મારે બજારમાંથી ઉછીના વ્યાજે લેવા પડ્યા. બધુ બરાબર ચાલતું હતું. વ્યાજ સમયસર અાપતી હતી. મને મહિનાનું વ્યાજ કહિને ડેઇલી વ્યાજમાં નાંખી પુષ્પરાજભાઇએ ખુબ જ ઉંચુ વ્યાજ લીધુ. પાંચ લાખના અમે ૪૦ લાખ ચુકવ્યા.તેમાં મારે વૈશાલીનગરનું મારુ આખુ મકાન વેંચવુ પડયુ. તેમાંથી હજી બહાર નિકળુ ત્યાં મૂકેશભાઇ સિંધવે મારુ બધું જ બરબાદ કરી નાંખ્યુ. .મૂકેશ સિંધવે મારી પાસે એક લાખનું રોજનું પ હજાર વ્યાજ લીધુ છે. સવારે ૧૧ વાગ્યે પહોંચાડી દેવાના.નહિતર ઘરે ગુંડા બેસાડતો હતો. જે પંદર હજાર ચુકવણી તેની રસીદ સાથે મુકુ છું. પુષ્પરાજ વૈશાલીનગરનું મકાન ખાઇ ગયો છે. અને મુકેશ સિંધવ મારી જીંદગી આખી વેરાન કરી નાંખી મકાન અને દુકાન મારે ભરેલ મુકીને જવુ પડયુ છે.
મેં એક મહિનાથી મદદ માટે ખુબ જ હાથ ફેલાવ્યો પણ કોઇ મદદે ન આવ્યુ. મને પતિ વિનાની સ્ત્રીને ખુબ જ હેરાન કરે છે. મારી પાસે બળજબરીથી ચેક લખાવીને ચેકમાં સાઇન કરી અને ચેક બેંકમાં નંખાવીને મને રોજ કહે છે કે તને અને તારા દિકરાને જેલમાં નાંખીશ. આ સાથે હું સ્ટેટમેન્ટ તમને મોકલીશ. તમને ખબર પડી જાશે. મારુ બધુ સોનું,મકાન,દુકાન, વ્યાજવાળા લઇ ગયા.
પહેલી વાર પુષ્પરાજમાંથી સમાધાન કરાવ્યુ. અને સિંધવ મૂકેશમાં સમાધાન કરાવ્યુ. પણ ર૪ કલાકમાં જ બધા જ ચેક નાંખ્યા અને મારા ઉપર કેસ કર્યો.પછી સમાધાન કરીને રોજ પંદર હજાર આપવાના એવું નકકી કર્યુ. ૧ તારીખથી રપ હજાર નકકી કર્યા છે. પણ મારાથી હવે રપ હજાર શું ધંધો કરવાના પણ પૈસા નથી. હું ખુબ જ ચક્રવ્યુહમાં આવી ગઇ છું. બધા એક જ વાત કરે કે તને અને તારા દિકરાને જેલમાં નાંખીશુ. બધાને ખબર છે. આબરૂદાર છીએ. એટલે બસ એક જ વાત કે ચેક નાંખીશુ. મને ખુબ ત્રાસ આપ્યો છે. પંદર દિવસથી હું જમી નથી.સાહેબ બધાને સજા આપજો. જીવનમાં કોઇનું મારા જેવું ન થાય.
સાહેબ મૂકેશ સિંધવએ મારા ઉપર આ કર્યુ પછી મેં મારી દુકાન વેંચી જાહેર નોટીસ આપી એટલે સાહેબ જુનુ મારુ લેણું હતૂ તે બધા જ હાવી થયા. અને નવા પૈસા ધંધામાં બંધ થઇ ગયા. બહુજ બધાની મદદ માંગી કોઇ મદદે ન આવ્યુ. નાછુટકે બધું જ છોડીને જાવ છું. સાહેબ મેં મદદ માંગી.પણ કોઇ મદદે ન આવ્યુ. ના છુટકે મારે આ પગલું ભરવું પડયુ. આઠ દિવસ પહેલાં જયદિપભાઇ ટાંક તેમની પાસે મેં દોઢ લાખ લીધા હતાં. મને બે મહિનાની વાત થઇ પણ હું પહોંચી ન શકી તો તેમણે એક દિવસનું વ્યાજ પાંચ હજાર કર્યુ. અને રર તારીખે રાત્રે ચાર ગુંડાને લઇને આવ્યો.અને કહે કે તારા દિકરાને ઉપાડી જાઉ. માંડ માંડ મેં મારા દિકરાને બચાવ્યો. સાહેબ બસ પહેલાં મારા પતિને ગુમાવ્યા. હવે હું મારા દિકરા ભાર્ગવને ગુમાવવા માંગતી નથી.
સાહેબ હું બિઝનેશ કરું છું. મારે જુગારનો ધંધો નથી. હું આ લોકોને બધાને પંદર દિવસમાં કેમ પહોંચુ. કાં તો આત્મહત્યા કરું કાં તો રાજકોટ મૂકવુ પડે. મેં આ નિર્ણય લીધો. બસ મને ન્યાય આપજો.
રેખા કોટક
આનંદ સ્નેકસ