- ગંગદેવ નગરથી સલાટીયા રોડને જોડતો માર્ગ માત્ર એક અઠવાડિયામાં તૂટી ગયો
- ડામર રોડ હાથથી તૂટી જાય તેટલી હલકી ગુણવત્તાવાળું
- રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
આણંદ સહિત રાજ્યમાં દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આણંદ શહેરમાં નાની ખોડિયાર વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા બનાવેલો ગેંગદેવનગરથી સલાટીયા રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો.
રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
આણંદ શહેરમાં નગર પાલિકા દ્વારા નાની ખોડિયાર વિસ્તારમાં ગંગદેવ નગરથી સલાટીયા રોડને જોડતો માર્ગ માત્ર એક અઠવાડિયામાં તૂટી જતા અને ધોવાઈ જતા સ્થાનિક રહીશોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. નવા બનેલા ડામર રોડ પર ઠેરઠેર તિરાડો પડી ગઈ છે અને ખાડા પડી ગયા છે. તેમજ હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવાના કારણે ડામર રોડ હાથથી તૂટી જાય તેટલી હલકી ગુણવત્તા વાળું છે. જેને લઈને સ્થાનિક લોકોએ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
રોડ પર ઠેર ઠેર ખાડા રાજ
સ્થાનિક લોકોએ હાથથી રોડનો ડામર તોડી રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા હતા અને રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર રોડ ધોવાઈ ગયો છે અને રોડ પર ખાડા તેમજ તીરાડો પડી ગઈ હોવાનું જણાવ્યું હતું.


