- મહેમાનોને આવકારવા વનતારા થીમ પર તૈયાર ગાડીઓ
- અનંત અંબાણીની ખાસ સૂચનાથી તૈયાર કરાવવામાં આવી ગાડીઓ
- વિવિધ પ્રાણીઓના ફોટો અને કુદરતી દ્રશ્યોથી ગાડી મોડીફાઈડ કરી
જામનગર ખાતે અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સેલિબ્રિટીઓ ધીમે ધીમે જામનગર પહોંચવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ સમારોહમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગથી લઈને શાહરૂખ ખાન અને બીજી ઘણી હસ્તીઓ મહેમાન બનીને પહોંચી છે. જેમના લાવવા લઈ જવા માટે વનતારા થીમ પર ગાડીઓ તૈયાર કરવામાં આવી છે.
હાલમાં મોટી સંખ્યામાં મહેમાનો અનંત અંબાણીના પ્રિ-વેડિંગ માટે પહોંચી રહ્યા છે. આ મહેમાનોને જામનગર એરપોર્ટથી લાવવા અને લઈ જવા માટે લક્ઝરી કારનો કાફલો ઉતારવામાં આવ્યો છે. આ તમામ મહેમાનોને લેવા-મૂકવા જતી કાર્સને વનતારા થીમથી શણગારવામાં આવી છે.

કોઈ પણ લગ્નમાં ગુલાબ અને બુકેથી અને ફૂલોથી ગાડીઓ શણગાર કરવામાં આવતી હોય છે પરંતુ એરપોર્ટ પર અને રિલાયન્સ ખાવડીના કેમ્પસમાં અનેક ગાડીઓ મહેમાનને લેવા-મૂકવા સેલિબ્રિટીઓ માટે ફરી રહી છે. પરંતુ ખાસ અનંતની ઈચ્છાથી મોટાભાગની કાર્સને અલગ-અલગ પ્રાણીઓના થીમ જેમ કે, હાથી, મોર, હરણ અને કુદરતી દ્રશ્યથી મોડીફાઇડ કરવામાં આવી છે.

આ અંગે અનંત અંબાણીના દેખરેખ હેઠળ લકઝરી કારને વનતારાના થીમ પર શણગારવામાં આવી છે. જેમાં વિવિધ ગાડીઓનો કાફલો મુંબઈ દિલ્હીથી અહીં લાવવામાં આવ્યો છે. તેમજ તે તમામ ગાડીઓને વનતારા થીમ પર તૈયાર કરવામાં આવી છે. મોંઘી કારને વિશેષ પ્રકારનો લુક આપવામાં આવ્યો છે.



