- મહેન્દ્ર ધોની, બિલ ગેટ્સ, સલમાન ખાન ગરબે ઘૂમ્યા
- સિદ્ધાર્થ મલ્હોત્રા, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ ગરબે ઘૂમ્યા
- શાહરૂખ, સલમાન અને આમીર ખાને એક સાથે ડાન્સ કર્યો
જામનગરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ ઈવેન્ટના બીજા દિવસના વિડીયો સામે આવ્યા છે. જેમાં બોલીવુડથી લઈ ઉદ્યોગ જગતના લોકો પ્રી વેડિંગ સેરેમનીમાં બીજા દિવસે મચી ગરબાની ધૂમ મચાવી હતી. આ દરમિયાન એમ એસ ધોની, મુકેશ અંબાણી તેમજ નીતા અંબાણી ગરબા રમતા નજરે પડ્યા છે.
જોકે, ફંકશનના બીજા દિવસે રાત્રે યાજાયેલા થીમ મેલા કાર્યક્રમમાં સેલેબ્સ આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા. બિલ ગેટ્સ, સ્મૃતિ ઈરાની, રણબીર કપૂર, રાણી મુખર્જી સહિતના સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. એમ એસ ધોની, નીતા-મુકેશ અંબાણી સહિત બોલીવૂડ સ્ટાર ગરબા રમતા નઝરે પડ્યા હતા.
આ ઉપરાંત ઇવાન્કા ટ્રમ્પ જામનગરમાં દાંડિયા શીખતા જોવા મળી છે. ઇવાન્કા ટ્રમ્પ જામનગરની મહેમાન બની છે અને તેઓ અંબાણી પરિવારના તમામ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન તેમને બીજા દિવસે ગરબાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ધોનીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ડ્વેન બ્રાવો સાથે દાંડિયા રમતા દેખાયા હતા. ધોની અને બ્રાવો જેવી કેટલીક નોંધપાત્ર ક્રિકેટ હસ્તીઓમાં સામેલ છે.

અનંત-રાધિકાના પ્રી વેડિંગ ઈવેન્ટમાં રણવીર સિંઘ, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ક્યારા, રણબીર કપૂર, ટાઇગર શ્રોફ સહીતના બોલીવુડના સ્ટાર નજરે પડ્યા હતા અને સૌ કોઈ અલગ અલગ રીતે ઈન્જોય કરતાં પણ જોવા મળ્યા હતા.

એટલું જ નહીં ઘણા લાંબા સમય બાદ શાહરૂખ ખાન , સલમાન ખાન અને આમીર ખાન એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.



