- અનંત-રાધિકાનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંકશન શરૂ
- શ્રધ્ધા કપુર, માધુરી દિક્ષિત, સિધ્ધાર્થ મલ્હોત્રા બન્યા મહેમાન
- સૈફ અલીખાન, કરીના કપૂર પરિવાર સાથે પહોંચ્યા
જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ – વેડિંગ ફંક્શન માટે બોલીવુડના સ્ટાર પહોંચવાના ચાલી રહ્યા છે. બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર, જાવેદ જાફરી જામનગરમાં જોવા મળ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગરમાં પહોંચ્યા છે. તેમજ ઉદ્યોગપતિ અદાર પુનાવાલા પોતાની પત્ની સાથે જામનગર પહોંચ્યા છે.
તેમજ કોવિડ વેક્સિન બનાવનાર પુનાવાલા પણ જામનગરમાં જોવા મળ્યા છે. શ્રધ્ધા કપુર, માધુરી દિક્ષિત, સિધ્ધાર્થ મલ્હોત્રા મહેમાન બન્યા છે. કિયારા, સુનીલ શેટ્ટી, અનિલ કપૂર, દિશા પટ્ટણી મહેમાન બન્યા છે. સૈફ અલી ખાન, કરીના કપૂર પરિવાર સાથે જામનગરના મહેમાન બન્યા છે. તેમજ અનિલ કપૂરનું પુત્રી સોનમ કપૂર સાથે જામનગરમાં આગમન થયું છે.

આ ઉપરાંત આદ્યત્મ ગુરુ જગ્ગી વાસુદેવ પણ જામનગર પહોંચ્યા છે. જ્યારે વરુણ ધવન પણ પરિવાર સાથે પહોંચ્યા છે.

સુનીલ સેટ્ટી પરિવાર સાથે અનંત-રાધિકાની પ્રિવેડિંગ ઈવેન્ટમાં પહોંચ્યા છે

જ્યારે બોલીવુડના અનન્યા પાંડે અને સિદ્ધાર્થ રોય કપૂર જામનગર પહોંચ્યા છે.

રિતેશ દેશમુખ અને જેનિલિયા પણ પ્રિવેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા

વિશ્વભરમાંથી મહેમાનો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. તથા આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે. તેમજ ઈશાન કિશન, ધોની-પંડ્યા અને તેંડુલકર પરિવાર સાથે પહોંચ્યા છે. તેમજ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ જામનગર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત આજે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો, ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહીર ખાન જામનગર પહોંચી ગયા છે. આ સિવાય રાશિદ ખાન પણ અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા છે.



