બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભારતીય એંકર યેશા સાગરે લીગ છોડી દીધી છે. ચટગાંવ કિંગ્સના માલિકે યેશાને નોટિસ મોકલી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે યેશા સાગરે તેના કતર્વ્યોનું પાલન નથી કર્યુ. નોટિસના બદલામાં યેશા સાગરે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ છોડવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં અગાઉ ખેલાડીઓની સેલરીનો મુદ્દો સામે આવ્યો હતો. અને હવે હોસ્ટ યેશા સાગરે લીગ છોડી દીધી હોવાની વાતે જોર પકડ્યુ છે.
કોણ છે યેશા સાગર ?
યેશા સાગરનો જન્મ પંજાબમાં થયો હતો. ડિસેમ્બર 2015 માં, તે ઉચ્ચ શિક્ષણ માટે ટોરોન્ટો, કેનેડા ગઈ. સ્પોર્ટ્સ એન્કર બનતા પહેલા તે મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી. તે ફિટનેસ ઇન્ફ્લુએન્સર પણ છે. યેશા સાગરે ગ્લોબલ ટી20 કેનેડા, યુપી ટી20 લીગ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ સહિત અનેક લીગનું આયોજન કર્યું છે. યેશા સાગર પંજાબી, હિન્દી અને તેલુગુ સહિત 30 થી વધુ મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરમીશ વર્માનો મ્યુઝિક વિડીયો ‘ચિરી ઉડ કા ઉડ’ તેમના સૌથી વધુ જોવાયેલા વિડીયોમાંનો એક છે. તાજેતરમાં યેશા સાગરે કપિલ શર્મા સાથે ગિલ્ટ નામના મ્યુઝિક વિડીયોમાં પણ કામ કર્યું હતું. યેશા સાગર એક ફિટનેસ ઇન્ફ્લુઅન્સર પણ છે અને મેગ્નમ ન્યુટ્રાસ્યુટિકલ્સ, પ્રિસિઝન ન્યુટ્રિશન અને રિવાઇવ સુપરફૂડ્સ જેવી અગ્રણી ફિટનેસ બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફિટનેસ સંબંધિત પોસ્ટ્સથી ભરેલા છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભારતીય એંકર યેશા સાગરે લીગ છોડી દીધી છે. ચટગાંવ કિંગ્સના માલિકે યેશાને નોટિસ મોકલી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે યેશા સાગરે તેના કતર્વ્યોનું પાલન નથી કર્યુ. નોટિસના બદલામાં યેશા સાગરે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ છોડવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં અગાઉ ખેલાડીઓની સેલરીનો મુદ્દો સામે આવ્યો હતો. અને હવે હોસ્ટ યેશા સાગરે લીગ છોડી દીધી હોવાની વાતે જોર પકડ્યુ છે. ટીમના માલિકે યેશા પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ફ્રેંચાઇઝી માલિક સમીર કાદર ચૌધરીએ હવે કાયદાનો સહારો લીધો છે.
ટીમના માલિકે શું કહ્યુ ?
ચટગાંવ કિંગ્સના માલિક સમીર કાદર ચૌધરીએ નોટિસમાં કહ્યુ છે કે, કોન્ટ્રાક્ટ મુજબ યેશાએ નિયમો ફોલો નથી કર્યા. તેણીને ઓફિશિયલી રાત્રી ભોજન માટે આમંત્રિત કરાયા હતા. પરંતુ તેણે હાજર આપી ન હતી. અને આ ઉપરાત તેણે પોતાના શૂટ અને પ્રમોશન પણ પૂર્ણ નથી કર્યાં. તેથી યેશા સાગરને ટૂર્નામેંટમાંથી હાંકી કઢાઇ છે.


