By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    24 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મધ્યપ્રદેશમાં આવેલું પ્રાચીન અને એકમાત્ર અષ્ટમુખી મહાદેવનું મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મધ્યપ્રદેશમાં આવેલું પ્રાચીન અને એકમાત્ર અષ્ટમુખી મહાદેવનું મંદિર

agragujaratnews
Last updated: 2024/09/26 at 9:57 AM
1 year ago
Share
મધ્યપ્રદેશમાં આવેલું પ્રાચીન અને એકમાત્ર અષ્ટમુખી મહાદેવનું મંદિર
SHARE

ભારતના મોટાભાગના રાજ્યમાં ભગવાન શિવજીનાં મંદિરો આવેલાં છે. આ તમામ મંદિરોનું પોતાનું અનેરું ધાર્મિક માહાત્મ્ય છે. વધુમાં અા મંદિરોમાં મહાશિવરાત્રી, શ્રાવણ મહિનામાં ઉત્સવ મનાવાતો હોય છે એટલે કે શ્રાવણ મહિનામાં આ મંદિરોમાં શિવભક્તોની ભીડ વિશેષ જોવા મળતી હોય છે.

ભગવાન શિવજીને રુદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે. આ રુદ્રાક્ષ એકમુખી, ચારમુખી, પંચમુખી અથવા તો દસમુખી પણ જોવા મળતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ભગવાન ભોળાનાથનું પ્રતીક કહેવાતા શિવલિંગના અષ્ટમુખી હોવાનું સાંભળ્યું છે ખરું? ભારતભરમાં અષ્ટમુખી શિવલિંગ ધરાવતા એકમાત્ર શિવલિંગને `પશુપતિનાથ મહાદેવના શિવલિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે શિવલિંગની વાત કરવામાં આવી છે તે મંદિરે શિવજીનાં દર્શન કરવા છેક નેપાળ સુધી જવાની જરૂર નથી. ભારતમાં જ ભગવાન પશુપતિનાથનાં દર્શન કરી શકાય છે. ભારતમાં આવેલું આ શિવજીનું મંદિર અષ્ટમુખીની સાથેસાથે અન્ય ખાસિયતો પણ ધરાવે છે. જે ખાસિયતોને કારણે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવભેર અહીં દર્શનાર્થે આવે છે.

પશુપતિનાથનું મંદિર ક્યાં આવ્યું છે?

પશુપતિનાથ મહાદેવનું મંદિર નેપાળ દેશના કાઠમંડુમાં આવેલું છે અને ભારતના મધ્યપ્રદેશ રાજ્યના મંદસૌરમાં પણ આવેલું છે. અહીં મંદસૌરમાં સ્થાપિત પશુપતિનાથ મહાદેવનું શિવલિંગ ભારતમાં અન્ય કોઇ જગ્યાએ જોવા મળતું નથી.

શિવલિંગની કલાત્મકતા

મધ્યપ્રદેશ મંદસૌરના મંદિરમાં સ્થાપિત આ શિવલિંગની કલાત્મકતા જ એવી છે કે દરેક શિવભક્તને વિશેષ રીતે આકર્ષે છે. આ મંદિરને લઇને ધાર્મિક માન્યતા એવી પણ છે કે, મંદસૌરના `શિવના’ નદીના કિનારે સ્થાપિત પશુપતિનાથ મહાદેવનો જળાભિષેક કરવા માટે સ્વયં દેવી શિવના આવે છે. જ્યારે પણ વરસાદની ઋતુ શરૂ થાય છે અને નદી પોતાની તેજીમાં હોય છે ત્યારે તે મંદિર સુધી પહોંચી જતી હોય છે, તેથી કહેવાય છે કે, વર્ષાઋતુમાં દેવી શિવના સાક્ષાત્ ભગવાન શિવજીનો જળાભિષેક કરે છે.

દુનિયાનું એકમાત્ર અષ્ટમુખી શિવલિંગ

મધ્યપ્રદેશમાં આવેલું પશુપતિનાથ મહાદેવનું એકમાત્ર શિવલિંગ છે, જે અષ્ટમુખી છે. મંદસૌરના શિવના નદીના તટ પર આવેલું મંદિર અંદાજે 7.5 ફૂટ ઊંચું ભગવાન ભોળાનાથનું અષ્ટમુખી શિવલિંગ સ્થાપિત છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે, શિવલિંગમાં ભગવાન શિવજીની બાળ અવસ્થાથી લઇને વૃદ્ધાવસ્થાનાં દર્શન થાય છે. અલબત્ત, આ શિવલિંગમાં ભગવાન ભોળાનાથના કુલ આઠ ચહેરાનાં દર્શન થાય છે! મૂળ ચાર ચહેરાની ઉપર ચાર ચહેરા બનાવવામાં આવ્યા છે. આ ચહેરાઓમાં જેટલી પણ અવસ્થા દર્શાવવામાં આવી છે તે ચારેય દિશામાં જોવા મળે છે. આ શિવલિંગ વિશે એમ પણ કહેવામાં આવે છે કે, ચારેય ચહેરા મનુષ્યના જીવનની ચાર અવસ્થાઓનું પ્રતીક પણ દર્શાવે છે.

મંદિરનો ઈતિહાસ અને મંદિરરચના

મંદસૌરના પશુપતિનાથ મંદિર વિશે ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે આ મંદિરના શિવલિંગનું નિર્માણ વિક્રમ સંવત 575 ઈ.સ.ની આસપાસ કરવામાં આવ્યું હતું.

પશુપતિનાથ મહાદેવ મંદિરની સંરચના

પશુપતિનાથ મંદિરની ચારેય દિશામાં દરવાજા જોવા મળે છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ દિશાથી જ ખોલવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાડા સાત ફૂટની ઊંચાઇ ધરાવે છે. હિન્દુ પૌરાણિક કથાઓના જણાવ્યાનુસાર પશુપતિનાથ મંદિરની રચના ઘણી સદીઓ પહેલાં કરવામાં આવી હતી.

શ્રાવણ મહિનામાં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર

આમ તો, દરેક શ્રાવણ મહિનામાં જ્યાં પણ ભગવાન શિવજીનાં મંદિર હોય છે ત્યાં ભક્તોની ભીડ જોવા મળતી જ હોય છે. તેમ અહીં પણ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અહીં શ્રાવણ મહિનામાં ખાસ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ મહિનામાં પશુપતિનાથ મહાદેવને ફૂલોનો કલાત્મક શણગાર કરવામાં આવે છે. ફૂલોનો શણગાર એટલો સુંદર હોય છે કે મંદિરને દૂરથી જ જોતાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

આ ઉપરાંત મહાશિવરાત્રિમાં પણ અહીં ભક્તોની વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મહાશિવરાત્રિએ આ મંદિર ભક્તિ અને ઉત્સવનું કેન્દ્ર બની જાય છે. મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને સમર્પિત ભવ્ય રાત્રિ એટલે કે જાગરણ તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીં ભાવવિભોર આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તિગીતો અને ભજનોનાં પણ અહીં વિશેષ રીતે આયોજન કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો?

જો તમે હવાઇ માર્ગે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં આવલા પશુપતિનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે જવા માંગતા હોવ તો મંદસૌર જિલ્લામાં કોઇ એરપોર્ટ નથી, પરંતુ પશુપતિનાથ મહાદેવ મંદિરની નજીકનું એરપોર્ટ ઉદયપુર અને ઈન્દૌર છે. અહીંથી તમે કેબ, ટેક્સી કે ખાનગી વાહન કરી શકો છો. જો તમે ટ્રેન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો મંદસૌર જિલ્લાની નજીકનું રેલવે સ્ટેશન શામગઢ અને રતલામ પડે છે. ત્યાંથી તમે ખાનગી વાહનો કે કેબ દ્વારા કે જાહેર પરિવહનની બસો દ્વારા અહીં પહોંચી શકો છો. તેમજ સડક માર્ગે અહીં આવવા માટે મંદિરથી બસ સ્ટોપ માત્ર ત્રણ કિલોમીટરના અંતરે પડે છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 5 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?