વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે . ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાનો નિર્ણય શેર કરતા તેણે જણાવ્યું હતું કે ભલે તે મેદાન છોડી રહ્યો હોય, પરંતુ તે કોલકાતા નાઈટ રાઇડર્સ ( KKR) પરિવારનો ભાગ રહેશે . કોલકાતા નાઈટ રાઇડર્સે તાજેતરમાં જ આન્દ્રે રસેલને ટીમમાંથી મુક્ત કર્યો હતો , અને એવું માનવામાં આવતું હતું કે તે હરાજીમાં ભાગ લેશે . જોકે, હવે તેમણે IPL માં ન રમવાનો નિર્ણય લીધો છે અને કોચિંગ સ્ટાફમાં મુખ્ય ભૂમિકા ભજવશે .
14 વર્ષની આઈપીએલ કારકિર્દીનો અંત
રસેલે 2012 માં દિલ્હી કેપિટલ્સ સાથે IPL માં પ્રવેશ કર્યો હતો . ત્યારબાદ તે 2014 માં KKR માં જોડાયો . તેણે તેની IPL કારકિર્દી દરમિયાન કુલ 140 મેચ રમી અને અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. આ સમયગાળા દરમિયાન, તેણે 115 ઇનિંગ્સમાં 28.20 ની સરેરાશ અને 174.17 ની સ્ટ્રાઇકિંગ સાથે 2651 રન બનાવ્યા . તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, 121 ઇનિંગ્સમાં 123 વિકેટ લીધી . તેની છેલ્લી IPL સીઝનમાં, તેણે 10 ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા અને 8 વિકેટ લીધી .
<a href="
==” target=”_blank”>
==
રસેલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી. તેણે લખ્યું , હું IPL માંથી નિવૃત્તિ લઈ રહ્યો છું… પણ સ્વેગર નહીં . IPL એક અદ્ભુત સફર રહી છે. યાદોની 12 સીઝન , અને KKR પરિવાર તરફથી ઘણો પ્રેમ. હું હજુ પણ વિશ્વભરની અન્ય લીગમાં સિક્સર મારતો રહીશ અને વિકેટ લેતો રહીશ. અને સૌથી સારી વાત? હું ઘર છોડીને નથી જઈ રહ્યો… તમે મને 2026 થી KKR સપોર્ટ સ્ટાફમાં પાવર કોચ તરીકે નવી ભૂમિકામાં જોશો. નવો અધ્યાય. એ જ ઉર્જા. કાયમ માટે નાઈટ .
2 વખતનો ચેમ્પિયન
આન્દ્રે રસેલે પોતાની કારકિર્દી દરમિયાન બે IPL ટાઇટલ જીત્યા છે. તે 2014 અને 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સની વિજેતા ટીમનો ભાગ હતો. તેણે 2015 અને 2019માં બે વાર IPL MVP એવોર્ડ પણ જીત્યો હતો . જોકે, તાજેતરના સિઝનમાં તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે, જેના કારણે ટીમે તેને રિટેન કર્યો નથી .


