ન્યુઝીલેન્ડમાં, સરકારી કર્મચારીના હાથ પર હાથ મુકવો એ મંત્રી માટે મોંઘુ સાબિત થયુ છે. ટીકા બાદ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. વાસ્તવમાં, એન્ડ્રુ બેઈલી ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનની સરકારમાં મંત્રી હતા. અઠવાડિયા પહેલા કાર્યક્રમ દરમિયાન તેમણે સરકારી કર્મચારીના હાથ પર હાથ મૂક્યો હતો. જેનાથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો હતો. આખરે આ મામલાને શાંત પાડવા માટે બેઇલીને રાજીનામું આપવું પડ્યું હતું.
એન્ડ્રુ બેઇલીએ રાજીનામું આપ્યું
ન્યુઝીલેન્ડના મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન એક કર્મચારીના હાથ પર પોતાનો હાથ મૂક્યો. જ્યારે આ મામલો વધુ વકર્યો, ત્યારે વડા પ્રધાને તેમનું રાજીનામું લઈ લીધું. લોકોએ કહ્યું કે પોતાના ઉદ્ધત વર્તનને કારણે મંત્રીએ સ્ટાફ પર હાથ નાખ્યો, જે ખોટું છે. ન્યુઝીલેન્ડમાં, સરકારી કર્મચારીના હાથ પર હાથ મુકવો એ મંત્રી માટે મોંઘુ સાબિત થયુ છે. ટીકા બાદ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. વાસ્તવમાં, એન્ડ્રુ બેઈલી ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનની સરકારમાં મંત્રી હતા. અઠવાડિયા પહેલા કાર્યક્રમ દરમિયાન તેમણે સરકારી કર્મચારીના હાથ પર હાથ મૂક્યો હતો. જેનાથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો હતો. આખરે આ મામલાને શાંત પાડવા માટે બેઇલીને રાજીનામું આપવું પડ્યું હતું. બેઇલીએ પોતાના રાજીનામામાં આ ઘટના માટે દુ:ખ પણ વ્યક્ત કર્યું છે. બેઇલીએ કહ્યું- હું કર્મચારીના કામથી પ્રભાવિત થયો, જેના કારણે મેં મારો હાથ તેના હાથ પર રાખ્યો. મને ખબર નહોતી કે આ મામલો આટલો વધી જશે. મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
શું છે આખો મામલો?
18 ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ દરમિયાન, બેઇલીએ તેની ટીમના એક સભ્યના હાથ પર હાથ મૂક્યો. તેમના વર્તન અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જેના પછી સમગ્ર ન્યુઝીલેન્ડમાં સરકારની ટીકા થવા લાગી હતી. મંત્રી પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, વડા પ્રધાન લુક્સને મંત્રીને બોલાવ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું. અને હવે એક અઠવાડિયા પછી, તેમણે મીડિયાને આ રાજીનામાની માહિતી આપી છે. સમગ્ર મુદ્દા પર, પ્રધાનમંત્રી કહે છે કે ભૂલ સ્વીકારવામાં આવી છે. હવે રાજીનામું આપી દેવામાં આવ્યું છે, તો લોકોએ હવે આ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં. બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટીના નેતાઓએ સરકાર પર આ મામલાને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવ્યો છે.
એન્ડ્રુ બેઈલી કોણ છે?
63 વર્ષીય એન્ડ્રુ બેઈલી ન્યુઝીલેન્ડના રાજકારણના એક શક્તિશાળી નેતા છે. એન્ડ્રુ પણ થોડા મહિના પહેલા પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે માફી માંગીને મામલો સમાપ્ત કર્યો હતો. એન્ડ્રુ બેઈલી લક્સન સરકારમાં વાણિજ્ય મંત્રી હતા. બેઈલી પહેલીવાર 2014માં સંસદમાં ચૂંટાયા હતા. તેમને 2023 માં મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.


