- એન્ઝેલો મેથ્યૂઝ બન્યો ટાઈમ આઉટનો શિકાર
- શાકિબ અલ હસને ન દાખવી ખેલભાવના
- 16 વર્ષ પહેલાં સૌરવ ગાંગુલી ટાઈમ આઉટ થતા બચ્યા હતા
વર્લ્ડકપ 2023ની 38મી મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકાના બેટ્સમેન એન્ઝેલો મેથ્યૂઝ ટાઈમ આઉટનો શિકાર થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેન આવી રીતે આઉટ થયો છે. જેથી અનેક સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ જો નિયમોને માનવામાં આવે તો, નિયમ અનુસાર અંપાયર્સે કાંઈ ભૂલ કરી નથી. જો કે, ખેલભાવનાને લઈ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર લોકો નિશાન સાધી રહ્યા છે. આ તમામ વચ્ચે 16 વર્ષ જૂનો મામલો સામે આવ્યો છે. 16 વર્ષ પહેલાં સૌરવ ગાંગુલી ટાઈમ આઉટ થતા થતા બચ્યા હતા.
6 મિનિટ લેટ થયા હતા ગાંગુલી
વર્ષ 2017માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમવામાં આવી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેન સૌરવ ગાંગુલી પેલેલિયનથી ક્રીઝ પર આવ્યા બાદ 6 મિનિટ બાદ પ્રથમ બોલ રમ્યા હતા. આ સમયે સાઉથ આફ્રિકાના તત્કાલિન કેપ્ટન ગ્રીમ સ્મિથે પોતાના રિએક્શની તમામનું દિલ જીતી લીધું હતું. તેમણે આના પર કોઈ પ્રકારની અપીલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ કારણે ગાંગુલી 6 મિનિટ મોડા આવીને પણ બચી ગયા હતા.
શાકિબે પરત ન લીધી અપીલ
આજના મેચની વાત કરવામાં આવે તો, બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ફીલ્ડ અંપાયર મરાઈસ એરસમસને અપીલ કરી હતી. જે બાદ એરસમસે સાથી અંપાયર રિચર્ડ ઈલિંગવર્થ સાથે વાતચીત કરી અને શાકિબને ફરી પૂછ્યું હતું કે, શું તે ખરેખર અપીલ કરી રહ્યા છે. આના પર બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે, તે સીરિયસ છે. જે બાદ અંપાયરે મેથ્યૂઝને આઉટ જાહેર કર્યો હતો. જેને લઈ ફરી એક વખત ખેલભાવનાને લઈ સવાલ ઉભા થયા છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી ડેલ સ્ટેને આ વિવાદને લઈ પોસ્ટ કરી કે, આ યોગ્ય થયું નથી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ આને લઈને લખ્યું કે, હેલમેટ ઈશ્યૂ પર ટાઈમ આઉટ દેવું એ નવી વાત છે.