- શ્રીલંકાનો એન્ઝેલો મેથ્યૂઝ ટાઈમ આઉટનો થયો શિકાર
- બાંગ્લાદેશના કેપ્ટને કરી હતી ટાઈમ આઉટની અપીલ
- ટાઈમ આઉટ થવા બાદ મેથ્યૂઝે કર્યો હતો ગુસ્સો
વર્લ્ડકપ 2023ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીમાં રમાઈ રહી છે. આ મેચમાં જે પ્રકારે શ્રીલંકન ઓલરાઉન્ડર એન્ઝેલો મેથ્યૂઝ પેવેલિયન પરત આવ્યો છે, તેના પર વિવાદ ઉભો થયો છે. અંપાયર દ્વારા ટાઈમઆઉટ દેવાયા બાદ શ્રીલંકન ખેલાડી ખુબ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે બાઉન્ડ્રી પર પોતાનું હેલમેટ ફેંક્યું હતું. સાથે વિપક્ષી ટીમ અને અંપાયર સામે પણ ગુસ્સામાં જોયું હતું. જેના કારણે તેમના પર કાર્યવાહી થઈ શકે છે.
શાકિબે ન બતાવી દયા
મેચ દરમિયાન એન્ઝેલો મેથ્યૂઝ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન સાથે વાતચીત કરતો પણ જોવા મળ્યો હતો, પરંતુ શાકિબે બિલ્કુલ દયા બતાવી નહીં. તેમણે મેદાન પર હાજર અંપાયર સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. જો કે, આ મામલે અંપાયર પણ મેથ્યૂઝની મદદ કરી શક્યા નહીં.
ટાઈમ આઉટનો નિયમ શું છે?
ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા MCC અનુસાર બેટ્સમેન આઉટ અથવા રિટાયર થવા બાદ આગામી બેટ્સમેને 3 મિનિટની અંદર બોલનો સામનો કરવો પડે છે. જો આવું ન થઈ શકે, તો બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે. વર્લ્ડકપ પહેલાં આમાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે બેટ્સમેને 2 મિનિટમાં બોલનો કરવાનો હોય છે. જો કે, આ વિકેટ બોલરના ખાતામાં જતી નથી.