કાવ્યા ટૂંક સમયમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્ન કરવા જઈ રહી છે એવી અફવાઓએ સોશિયલ મીડિયા પર જોર પડક્યું હતું. ત્યારે હવે ભારતના સૌથી પ્રખ્યાત સંગીત અનિરુદ્ધ રવિચંદરે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને એક પોસ્ટ શેર કરી છે.
અનિરુદ્ધે લગ્નની અફવાઓ ફગાવી દીધી
ભારતના સૌથી પ્રખ્યાત સંગીત અનિરુદ્ધ અને IPLફ્રેન્ચાઈઝ સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અનિરુદ્ધે શનિવારે ઈન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓને ફગાવી દીધી હતી. સંગીરે લખ્યું હતું કે, લગ્ન આહ? લોલ.. શાંત થાઓ મિત્રો. કૃપા કરીને અફવાઓ ફેલાવવાનું બંધ કરો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બંને એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે અને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે રબાદ અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
કાવ્યા મારન કરોડોની માલિક
સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. તે પોતાની સુંદરતા અને સ્ટાઇલને કારણે ક્રિકેટના મેદાન પર ઘણી ચર્ચામાં રહે છે. અહેવાલો અનુસાર, કાવ્યાની સંપત્તિ લગભગ 409 કરોડ રૂપિયા છે. તેના પિતા કલાનિધિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે. તેમની કુલ સંપત્તિ 19,000 કરોડ રૂપિયાથી વધુ છે. આવી સ્થિતિમાં, કાવ્યા પાસે કરોડોની સંપત્તિ છે.
અનિરુદ્ધ રવિચંદર કોણ છે ?
અનિરુદ્ધ રવિચંદર વિશે વાત કરીએ તો, તે સાઉથ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના સંગીતકાર અને સિંગરોમાંથી એક છે. તેમને ધનુષ સાથે ‘વ્હાય ધીસ કોલાવેરી દી’ ગીત ગાઈને ખરી ખ્યાતિ મળી હતી. આજે તેઓ પોતાના દમ પર કરોડોના માલિક પણ બની ગયા છે. અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ લગભગ 50 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે અનિરુદ્ધનો સાઉથ સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ ગાઢ સંબંધ છે. તે રજનીકાંતનો ભત્રીજો છે.