કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 2025ની ચૂંટણી પહેલા જ 6 જાન્યુઆરી 2025એ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ઘણા નેતાઓના નામ કેનેડાના વડાપ્રધાન પદની રેસમાં જોડાયા છે. આ પૈકી ભારતીય મૂળના પરિવહન મંત્રી અનિતા આનંદને પણ વડાપ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો
કેનેડામાં 20 ઓક્ટોબર પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા ટ્રુડોએ રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો છે. તેના માતા-પિતા બંને ભારતીય ડોક્ટર હતા. તેમની માતા સરોજ ડી રામ એનેસ્થેસિયોલોજિસ્ટ હતા અને તેમના પિતા એસવી (એન્ડી) આનંદ જનરલ સર્જન હતા. અનિતા આનંદની માતા પંજાબના અને પિતા તમિલનાડુના હતા. અનિતા આનંદને બે બહેનો છે, તેમની મોટી બહેન ગીતા આનંદ ટોરોન્ટોમાં વકીલ છે અને તેમની નાની બહેન સોનિયા આનંદ મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ચિકિત્સક અને રિસર્ચર છે.
અનિતા આનંદના માતા-પિતા ગાંધીના અનુયાયીઓ હતા
તેમના માતા-પિતા મહાત્મા ગાંધીના અનુયાયીઓ હતા અને તેમના પિતા મહાત્મા ગાંધીને મળ્યા હતા, જ્યારે તેમના પિતા VA સુંદરમ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કામ કરતા હતા. આનંદના માતા અને પિતા 1960ના દાયકાની શરૂઆતમાં નાઈજીરિયામાં રહેતા હતા. જ્યારે તેમના પિતા કેનેડા અથવા યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરવાની સંભાવનાની તપાસ કરવા નોવા સ્કોટીયા ગયા હતા. હેલિફેક્સમાં ઉતર્યા પછી તેમણે એક કાર ભાડે લીધી, અન્નાપોલિસ વેલી તરફ વાહન ચલાવ્યું અને પરિવાર માટે યોગ્ય સ્થળ શોધી કાઢ્યું.
અનિતા આનંદને છે 4 બાળક
તેઓ લગભગ 5,000 લોકોના શહેર કેન્ટવિલેમાં સ્થાયી થયા અને જ્યાં આનંદનો જન્મ 1967માં થયો. આનંદ ક્વિન્સ યુનિવર્સિટીમાં પોલિટિકલ સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 1985માં ઑન્ટારિયો ગઈ અને 1989માં રાજકીય અભ્યાસમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ તે કાયદાનો અભ્યાસ કરવા ઓક્સફર્ડની વાધમ કોલેજમાં ગઈ. ઓક્સફોર્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી તે ડેલહાઉસી યુનિવર્સિટીમાં કેનેડિયન કાયદાની ડિગ્રી મેળવવા માટે નોવા સ્કોટીયા પરત ફર્યા. ત્યાં તે તેના પતિ જોનને ત્યાં મળી અને તેઓએ 1995માં લગ્ન કર્યા. આ દંપતીને 4 બાળકો છે. અનિતા આનંદ ચૂંટણી પહેલા ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાની પ્રોફેસર હતી.
અનિતા આનંદ ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે
અનિતા આનંદે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન કેનેડાની રાજનીતિમાં ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમણે રસીની પ્રાપ્તિ અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે દેશના લોકોએ તેના પર ગંભીર ધ્યાન આપ્યું. અનિતા આનંદ કેનેડાના પરિવહન મંત્રી છે. તેનો જન્મ કેનેડાના નોવા સ્કોટીયામાં થયો છે. તેમનો પરિવાર 1985માં ઑન્ટારિયોમાં રહેવા આવ્યો. 2019માં ઓકવિલે માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી તે 2019થી 2021 સુધી જાહેર સેવાઓ અને ખરીદ મંત્રી હતા. આ પછી તે ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ બન્યા, તેઓ સંરક્ષણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સંરક્ષણ પ્રધાન પણ રહી હતી પછી તેણે યુક્રેનને ટેકો આપ્યો. આ ઉપરાંત એવો ઉલ્લેખ છે કે તેણે કેનેડામાં સશસ્ત્ર દળો વચ્ચેની સમસ્યાનું સમાધાન કર્યું હતું.


