- ભારત બાળકોને મળવા આવી છે અંજુ
- ભારત પરત આવ્યા બાદ અંજુના કોઈ સમાચાર નથી
- ભીવાડીથી 20-30 કિમીના અંતરે હોવાનો અંજુનો ખુલાસો
ભારતમાંથી વિઝા લઈને તેના ફેસબુક લવર માટે પરિવારને છોડીને એકલી જ પાકિસ્તાન ગયેલી અંજુ ફરી એકવાર હેડલાઈન્સમાં છે. તે ગયા અઠવાડિયે ભારત પરત ફરી હતી. જ્યારે અંજુ ભારત આવી ત્યારે તેણે દાવો કર્યો હતો કે તે બાળકોને મળવા પરત આવી હતી. પરંતુ અંજુ ભારત આવી ત્યારથી ગુમ છે. અંજુનો તેના બાળકો કે માતા-પિતા સાથે કોઈ સંપર્ક થયો નથી. બાળકોની વાત કરીએ તો તે અંજુને મળવા માંગતા નથી. અંજુના પતિએ પણ સ્પષ્ટ કર્યું છે કે અંજુએ હજુ સુધી તેમનો સંપર્ક કર્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તે ક્યાં ગઈ?
મિત્ર સાથે એરપોર્ટથી સોનીપત પહોંચી અંજુ
હાલમાં આવી રહેલી માહિતિ અનુસાર વિજેન્દ્ર કુમાર અંજુને કારમાં નવી દિલ્હીના IGI એરપોર્ટથી સોનીપત લઈ ગયો. આ પછી સોનીપતથી રાજસ્થાનના તિજારા પહોંચી. રિપોર્ટ અનુસાર, વિજેન્દ્ર છેલ્લા 15 વર્ષથી તિજારામાં રહે છે અને ત્યાં મીડિયા સંસ્થા ચલાવે છે. અંજુ અગાઉ તેની સંસ્થામાં કામ કરતી હતી. મળતી માહિતી મુજબ જૂના સંબંધોના કારણે અંજુ પાકિસ્તાનથી વિજેન્દ્રના સંપર્કમાં પણ હતી.
દીકરીને ભારત-પાકિસ્તાન પસંદ નથી
ભારત આવ્યા બાદ અંજુએ તેના બાળકો સાથે વાત કરી નથી. પરંતુ અંજુ તેના બાળકો વતી નિવેદન આપી રહી છે. અંજુએ કહ્યું કે તેની મોટી દીકરી ઘણી હોશિયાર છે. તેણી ક્યાં રહેવા માંગે છે તે તેના પર નિર્ભર છે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તેની દીકરીને ભારત પસંદ છે કે પાકિસ્તાન, તો તેણે કહ્યું કે તેને બંને પસંદ નથી. તેની ઈચ્છા યુરોપ અને અમેરિકામાં સ્થાયી થવાની અને અભ્યાસ કરવાની છે. જો મારી ક્ષમતા હશે તો હું તેનું શિક્ષણ વિદેશમાં કરાવવા ઈચ્છું છું.
અંજુએ તેનું લોકેશન જણાવ્યું
અંજુએ એક ઈન્ટરવ્યુમાં પોતાનું લોકેશન જાહેર કર્યું છે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તેના પતિએ એફઆઈઆર નોંધાવી છે, તો તેણે કહ્યું કે અમે વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલીશું. તેણે કહ્યું, ‘હું દૂર નથી. હું ભીવાડીથી 20-30 કિમીના અંતરે છું. હું પહોંચી શકું છું અને જઈ શકું છું અને સાથે વાત કરી શકું છું. જ્યારે પૂછવામાં આવ્યું કે અંજુ હવે ક્યાં જશે. તેના પર તેણે કહ્યું કે તે પહેલા પોલીસ સ્ટેશન જશે, જ્યાં તેની વિરુદ્ધ કેસ છે. તેણે અહીં તેના પરિવારના સભ્યો સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય અંજુએ કહ્યું કે તે મીડિયાના સવાલોના જવાબ પછી આપશે.


