By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલેશ્વરના રહીશોનું એલાન, હવે સીધો PM સુધી ઘા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જંગલેશ્વરના રહીશોનું એલાન, હવે સીધો PM સુધી ઘા

Editor
Last updated: 2025/12/29 at 5:31 PM
3 months ago
Share
જંગલેશ્વરના રહીશોનું એલાન, હવે સીધો PM સુધી ઘા
SHARE

દબાણ હટાવ નોટિસ સામે હાઈકોર્ટમાં 3 પિટિશન દાખલ : કલેક્ટર કચેરીમાં આજથી હીયરિંગ શરૂ

 રહીશોની જંત્રી મુજબ મકાનો કાયદેસર કરવાની માંગ : આગામી ૧૦ જાન્યુઆરીએ રાજકોટ પધારતા પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ જંગલેશ્વરનો પ્રશ્ન મૂકવા તૈયારી

 રાજકોટની આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશન અંગેની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસના કારણે જંગલેશ્વર સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ૧3૫૦ આસામીઓને નોટીસ ફટકારાયા બાદ કેવિએટ દાખલ કરવામાં આવી હતી. આજથી તંત્ર દ્વારા નોટીસ આપેલા આસામીઓનું હિયરીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ૫૯૦થી વધુ આસામીઓને કચેરી ખાતે બોલાવી તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. આગામી ત્રણ દિવસ સુધી હિયરીંગ કરવામાં આવશે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા લત્તાવાસીઓને ન્યાય અપાવવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી છે. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે ત્યારે તેમને રજૂઆત કરવા માટે પણ અમે જશું તેમ જણાવ્યું હતું.

રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 10 જાન્યુઆરીના આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

રાજકોટ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, 1350 લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી પ્રથમ દિવસે 590 લોકોને હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો ગેરહાજર રહેશે તેઓને ત્રણ તક આપવામાં આવશે અને ત્યારબાદ કલમ 202 મુજબ ડિમોલિશન માટેની ફાઈનલ નોટિસ આપવામાં આવશે. બીજા દિવસે 540 અને ત્રીજા દિવસે 260 મિલકત ધારો કોને બોલાવવામાં આવ્યા છે. જેમના દ્વારા લાઈટ બિલ અને વેરાબીલ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેની તપાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં સ્થાનિકોને નોટીસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ આસામીઓ દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પીટીશનની સુનાવણી અંગે પણ હાલ જંગલેશ્વરવાસીઓ રાહ જોઇ રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા હિયરીંગ શરૂ કરવામાં આવતાં જંગલેશ્વરના સ્થાનિકોમાં કચવાટ ફેલાયો છે અને આ બાબતે તેઓને 3૦ દિવસનો સમય આપવામાં આવે તેવી રજુઆત હિયરીંગમાં કરવામાં આવી છે.

નોંધનીય છે કે હાઇકોર્ટમાં કરેલી પીટીશનમાં જંગલેશ્વર વાસીઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર અને આજુબાજુના રહેણાક વિસ્તાર જેવાકે ભીમનગર, યોગેશ્વર ચોક, ખોડિયારમંદિર, રાધાક્રષ્ણનગર, વેલનાથચોક, વિક્રમચોક, બુદ્ધનગર, નાડોદાનગર હોય જેમાં કોઈ ગેરકાયદેસર કબજો કરેલ ન હોય કે કોઈ સરકારી જમીન દબાણ કરેલ ન હોય આથી આપ સાહેબને જણાવીએ કે આ રહેણાક વિસ્તારમાં છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષ આપના દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજી પુરાવામાં રેશનકાર્ડ ધરાવીએ છીએ તે ઉપરાંત આપના દ્વારા ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને આવકના દાખલા દસ્તાવેજી પુરાવા રૂપે ધરાવીએ છીએ. તે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારને ઘર નંબર સહીત ટેક્સબીલ, જન્મ-મરણ નોંધો તેમજ વોટર ટેક્સ બીલ તેમજ રોશની વિભાગ દ્વારા લાઈટબીલ સહીતના દસ્તાવેજો જે સાથે ઉતરો-ઉતર રહેણાક મકાન લે-વેચના નોટરીરાઈઝ દસ્તાવેજો ધરાવીએ છીએ. જેથી કરીને આ રહેણાક વિસ્તાર કોઈ ગેરકાઈદેસર દબાણ કે ગેરકાયદેસર કબજો કરેલ નથી. જેથી ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે.

આશરો નહી હોય તો અમે કયાં રહીશું : સ્થાનિક

જંગલેશ્વર શેરી નંબર – 30 માં રહેતા ઉમર સોરાએ જણાવ્યું હતું કે, અમે અહીં પરિવાર સાથે રહીએ છીએ. જેમાં વર્ષ 1976 પહેલાના લાઈટ બિલ અને વેરા બિલ છે. આજી રિવરફ્રન્ટ બનાવવા માટે ડિમોલિશન કરવું એ યોગ્ય નથી. અમારા ઘર પરથી છત છીનવાય તો અમે રહેવા માટે ક્યાં જશું? જેથી અમને જંત્રી મુજબ મકાન કાયમી કરાવી આપવામાં આવે અથવા આવાસ ફાળવણી કરવામાં આવે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 2 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?