- ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ
- ધાબા પર મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
- જાહેરમાં ઘાસચારાનું વેચાણ, ઘાસચારો નાખી શકશે નહીં
ઉત્તરાયણને લઈ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ છે. તેમજ ધાબા પર મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ જાહેરમાં ઘાસચારાનું વેચાણ, ઘાસચારો નાખી શકાશે નહીં.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. જેમાં ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ ઉડાવી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં. ગુજરાતી યુવાવર્ગનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. જોકે આ વખતે ઉત્તરાયણને લઈ રાજકોટવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરે ઉત્તરાયણના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
ટ્રાફિક અવરોધ કરનાર સામે કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો
રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ તો જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર સામે કાર્યવાહીનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવારોના ઉત્સાહની વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર અને પશુને જાહેરમાં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


